અણબનાવ-1 “ઓ...ઝડપથી કહી દે જે કહેવું હોય તે, કાચબાછાપ!! હું રાજકોટ જવા માટે નીકળું છું.મારે ઉતાવળ છે.” સમીરે કારનો કાચ ખોલ્યોં અને બાજુમાં પાનનાં ગલ્લે જ ઉભેલા આકાશને કહ્યું.આકાશે વળી હાથથી નીચે ઉતરવા ઇશારો કર્યોં.સમીરે કાર અને કારનું એ.સી. બંને ચાલુ જ રાખ્યાં.જુનાગઢ શહેરમાં ઉનાળામાં સવારથી ઉકળાટ અસહ્ય હોય છે.એમાં પણ સમીર જેવા ફેકટરીનાં માલીકને કે જે સતત ‘એરકન્ડીસન્ડ’ વાતાવરણમાં રહેતો હોય એને વધુ ગરમી લાગે.આકાશ તો જુનાગઢનો જ રહેવાસી એટલે આ શહેરનું વાતાવરણ એને માટે સહજ હતુ.સમીર અને આકાશ સ્કુલનાં જુના મિત્રો.આમ તો ડો.વિમલ,રાજુ,રાકેશ અને આ બંને એમ પાંચેય
Full Novel
અણબનાવ - 1
અણબનાવ-1 “ઓ...ઝડપથી કહી દે જે કહેવું હોય તે, કાચબાછાપ!! હું રાજકોટ જવા માટે નીકળું છું.મારે ઉતાવળ છે.” સમીરે કારનો કાચ ખોલ્યોં અને બાજુમાં પાનનાં ગલ્લે જ ઉભેલા આકાશને કહ્યું.આકાશે વળી હાથથી નીચે ઉતરવા ઇશારો કર્યોં.સમીરે કાર અને કારનું એ.સી. બંને ચાલુ જ રાખ્યાં.જુનાગઢ શહેરમાં ઉનાળામાં સવારથી ઉકળાટ અસહ્ય હોય છે.એમાં પણ સમીર જેવા ફેકટરીનાં માલીકને કે જે સતત ‘એરકન્ડીસન્ડ’ વાતાવરણમાં રહેતો હોય એને વધુ ગરમી લાગે.આકાશ તો જુનાગઢનો જ રહેવાસી એટલે આ શહેરનું વાતાવરણ એને માટે સહજ હતુ.સમીર અને આકાશ સ્કુલનાં જુના મિત્રો.આમ તો ડો.વિમલ,રાજુ,રાકેશ અને આ બંને એમ પાંચેય ...Read More
અણબનાવ - 2
અણબનાવ-2 અચાનક રાકેશ બધાને છોડીને ચાલ્યો ગયો.એના પરીવારને અને જ એના મિત્રોને આઘાત આપતો ગયો.હોસ્પીટલમાં રો કકડ ચાલતી હતી ત્યાંરે જ આકાશ આવ્યોં.એના તો હોશ ઉડી ગયા.એ મૌન થઇ ગયો.એને જે કહેવું હતુ એ તો પહેલા જ એ કહી ચુકયો હતો.હવે રાકેશનાં મૃત્યુથી એની પાસે કહેવાનું કંઇ ન બચ્યું.વિમલ અને સમીર તો રાજુને તથા રાકેશનાં પરીવારને આશ્વાસન આપતા રહ્યાં.પોતે હિંમત રાખી બીજા બધાને પણ હિંમત આપતા રહ્યાં. સ્મશાનમાં લાકડાથી અગ્નિદાહ અપાઇ રહ્યોં હતો.આકાશ એકલો એક તરફ શુન્યમનસ્ક થઇને બેઠો હતો.વિમલ અને સમીર સ્મશાનનાં બાકડા પર આંસુ સારતા બેઠા હતા.રાજુ તો રાકેશનાં ...Read More
અણબનાવ - 3
અણબનાવ-3 ગીરનારની તળેટીમાં, રાત્રીનાં અંધકારમાં રાકેશ અને આકાશને જ મળેલા સાધુવેશમાં આવેલા એક આપેલી ધમકીથી રાકેશને ગુમાવ્યોં અને હવે સમીરની હાલત પણ ગંભીર છે.એટલે હવે વિમલ,રાજુ અને આકાશ આ વિચીત્ર પણ મરણતોલ રહસ્યને કેટલી હદે સાચુ માનવું? અને સાચુ માનવું તો એનો ઇલાજ શું? એવી મુંઝવણમાં અટવાયા હતા.સમીરની હાલતથી હવે વિમલ પણ ડરવા લાગેલો.આકાશ તો પહેલેથી એક જ વાત પર અડગ હતો.રાજુ પણ કોઇ જોખમ લેવા માંગતો ન હતો.ત્રણેય મિત્રોનાં મનમાં ભયમિશ્રીત સવાલો અત્યાંરે ભયંકર અને બિહામણો નાચ કરતા હતા.જો રાકેશ જુનાગઢ છોડીને ન જઇ શકયો અને મૃત્ય પામ્યો, સમીરને પણ ભયંકર સજાનાં રૂપે જીવન-મરણ વચ્ચે ઝોલા ...Read More
અણબનાવ - 4
અણબનાવ-4 વિમલની કારમાં ત્રણે મિત્રો ગીરનારનાં રસ્તે આગળ વધ્યાં.બપોરનો સમય હતો એટલે શાંત અને માનવવિહોણો હતો.વિમલનું ધ્યાન કાર ચલાવવામાં હતુ, આકાશ માટે તો આ રસ્તો જાણીતો હતો અને રાજુ આ રસ્તાની આજુબાજુ વહેતા દ્રશ્યોને દિવસનાં અજવાળામાં ઘણાં સમય પછી જોઇ રહ્યોં હતો એટલે એકીટસે બધુ જોઇ રહ્યોં હતો.ગીરનાર દરવાજાથી જ શહેરી વાતાવરણનો ધમધમાટ જંગલની શાંતિમાં સમી જાય છે.થોડા આગળ જતા જમણી તરફ એક ટેકરી પર દુર દેખાતું વાઘેશ્વરી માતાનું મંદિર અને પછી તરત જ ગાયત્રી મંદિરનાં પગથીયા દેખાયા.હવે રસ્તાની બંને બાજુએ જુના-નવા મકાનો સતત આવ્યાં.પણ પછી એક વળાંક આવ્યો,ત્રણ રસ્તા આવ્યાં જયાં એક રસ્તો સ્મશાનનાં દરવાજા ...Read More
અણબનાવ - 5
અણબનાવ-5 રાજુનાં ઓળખીતા ઓમકાર મહારાજે ત્રણેયને લાલઢોરીમાં આવેલી એક ધર્મશાળામાં મોકલ્યાં.ત્યાં રસોઇયા તિલકને મળ્યાં.પણ તિલકનું વર્તન બધાને અકળાવતું હતુ.વળી તિલકે અમુક વાતો એવી કરી કે એના પર ભરોસો રાખી આગળ વધવું પડે એમ હતુ.રાજુ,વિમલ અને આકાશને ખબર પણ ન પડી કે તિલકે બધી વાત પોતાની તરફેણમાં રાખી.કોઇને જાણ કર્યાં વિના અને મોબાઇલ પણ મુકીને બધા જંગલ તરફ ચાલતા થઇ ગયા હતા. તિલક આગળ ચાલતો હતો અને પાછળ આકાશ,રાજુ અને છેલ્લે વિમલ ચાલતો હતો.સુકાયેલા પાંદડા પર બધાનાં પગ વડે ખડ ખડ અવાજ નીકળતો હતો.તિલકનાં પગલે ખુબ ઓછો અવાજ આવતો હતો કારણ કે એ ખુલ્લા પગે હતો.દસેક ...Read More
અણબનાવ - 6
અણબનાવ-6 ભરઉનાળે બપોરનાં તાપમાં તિલક સાથે ગીરનારનાં જંગલમાં એનાં ગુરૂનાં આશ્રમે નીકળેલા વિમલ અને રાજુ હવે થાકયાં હતા.વિમલને લાગેલી ખુબ તરસ એમને આ કુવા સુધી ખેંચી લાવી.લીલાછમ વૃક્ષો અને પક્ષીઓનો કલરવ વાતાવરણને આહલાદક બનાવતા હતા.પણ તિલકે બધાને થોડું ગોળ ફરીને કુવાથી થોડે દુર ઉભા રાખ્યાં ત્યાંરે કુવા ઉપર રહેલી ધજા તો શાંત હતી.પણ છતા કંઇક હલન ચલન પહેલા તો આંખોને ખટકયું અને પછી મનને ખટકયું.મનનો ખટકાટ બધાનાં શરીરને પણ કંપાવી ગયું.કારણ કે કુવાની બાજમાં આવેલા નીચા કુંડામાં એક ડાલામથ્થો, થોડી ઘેરા કોફી રંગની કેશવાળી વાળો,કદાવર નર સિંહ પાણી પીતો હતો.એના બે પગ કુંડાની પાળી પર હતા.એનો ...Read More
અણબનાવ - 7
અણબનાવ-7 ગિરનારનાં જંગલમાં વચ્ચે, કયાંક દુર્ગમ સ્થળે તિલક એના ગુરૂનાં આશ્રમ પર વિમલ,રાજુ અને મિત્રોને લઇ આવેલો.પણ આશ્રમનાં રસોડા જેવા દેખાતા ઝુપડામાંથી અચાનક એ જ બાવો બહાર આવ્યોં જે આકાશ અને રાકેશને તે દિવસે રાત્રે ભવનાથમાં મળ્યોં હતો.અત્યાર સુધીની તમામ રહસ્યમય ઘટનાઓનું કારણ એ તાંત્રીક કે અઘોરી જેવો બાવો.આકાશ એને તરત જ ઓળખી ગયો હતો.પણ એ બાવાએ પહેલા આકાશ સામે જોયું.એની નજરમાં કંઇક શક્તિ હોય કે શું? આકાશ કંઇ બોલી જ ન શકયો.એ સજજડ ઉભો રહ્યોં.વિમલ અને રાજુએ તિલકની પાછળ અને તિલકની જેમ જ એમને નમસ્કાર કર્યાં.રાજુને એવું લાગ્યું કે આ બાવાને મે કયાંક જોયેલો છે.એણે વિમલ ...Read More
અણબનાવ - 8
અણબનાવ-8 તિલકનાં ગુરૂ ગંગાગીરીએ જાતે બનાવેલી ચા પીધા પછી આકાશ,રાજુ અને જાણે બધા દ્રશ્યો સ્થિર થયા અને પછી બધુ વિસ્મૃત થયુ.જયાંરે ધીમે ધીમે ભાન આવ્યું ત્યાંરે આકાશને આ અંધારી જગ્યામાં સાથે બીજુ પણ કોઇ છે એવો અનુભવ થયો.આકાશે ઉંચા અવાજે પુછયું “રાજુ....વિમલ..તમે કયાં છો?” “આકાશ, આ શું થયું? આપણે કયાં છીએ?” એ વિમલનો અવાજ હતો.“રાજુ...ઓ રાજુ.આ રાજુ કયાં છે?” આકાશે ફરી પુછયું.રાજુનો કંઇ અવાજ ન આવ્યોં.પણ એક દિશા તરફથી કંઇક અવાજ આવ્યોં.એ દરવાજો ખુલવાનો અવાજ હતો.અંદર થોડો પ્રકાશ આવ્યોં.એટલે અંદર બધુ દેખાયું.આકાશે એ દરવાજા તરફ જોયું.ત્યાં જે માનવ આકૃતિ હતી એ કદાચ તિલક જ ઉભો છે એવું ...Read More
અણબનાવ - 9
અણબનાવ-9 આકાશ ગુફામાં બંધાયેલા પોતાના બે મિત્રોને છોડાવવા માટે પથ્થર લેવા બહાર જાણે એણે કોઇ અદ્રશ્ય લક્ષ્મણરેખા ઓળંગી હોય એમ એક સિંહ એના તરફ ધસી આવ્યોં.આકાશ નીચે પડી ગયો.અને ત્યાં જ દુરથી કોઇ પ્રકાશ એની નજીક આવતો દેખાયો.એ મશાલનાં પ્રકાશમાં કોઇ બે વ્યક્તિ આવતી દેખાઇ.પણ આકાશ તો એમ જ નીચે પડી રહ્યોં.સિંહની ત્રાડ અને નજીકથી જોયેલું એનું વિકરાળ રૂપ આકાશને જાણે નિર્જીવ બનાવી ગયા.એનામાં ઉભા થઇ શકવાની કોઇ હિંમત બચી ન હતી.ઘડીભર પહેલા મૃત્યુને પાસે જોયા પછી એના હાથ-પગ જડ થઇ ગયા હતા.પણ હવે દુરથી આવતા કોઇ માનવોને જોઇ એના મનમાં જીવંત રહેવાની આશા જાગી.ભલે એ ...Read More
અણબનાવ - 10
અણબનાવ-10 ગુફામાં આવેલા સેવકરામ નામનાં તાંત્રિકે આ ત્રણે મિત્રો સામે એક ઘટસ્ફોટ કે તમારામાંથી જ કોઇ એક મિત્રની ઇચ્છાથી મે આ તાંત્રિક-મારણવિદ્યા નો ઉપયોગ કર્યોં છે.વિમલને એક જ સવાલ સતાવતો હતો કે આકાશને આ બાવાઓએ કેમ બાંધી ન રાખ્યો? પણ આકાશ તો હવે ભોજન કરીને બેઠો હતો.વિમલ અને રાજુની તો આ વાતાવરણમાં ભુખ પણ મરી ગઇ હતી.કદાચ રોટલી અને દાળમાં પણ પેલી ચાની જેમ કંઇક ભેળસેળ હશે એવી શંકા બધાનાં મનમાં હતી.વિમલ અને રાજુ તો રાહ જોઇને જ બેઠા હતા કે આકાશને એની કંઇક અસર થશે જ.આખા દિવસનો થાક અને ભોજનપુર્તિથી આકાશની આંખો ઘેરાવા લાગી.એણે ગુફાની ...Read More
અણબનાવ - 11
અણબનાવ-11 ત્રણે મિત્રો અંધારી ગુફામાં મશાલની અગ્નિની સાક્ષીએ એકબીજા પર આરોપ-પ્રત્યારોપ કરતા આકાશ અચાનક ગુફામાંથી બહાર ચાલ્યો ગયો હતો.અને એ જયાંરે અંદર આવ્યોં ત્યાંરે એ હાફતો હતો, એનો ચહેરો પરશેવાથી ભીંજાયેલો હતો અને એના હાથમાં એક કુહાડી હતી.વિમલ ગુફામાં વચ્ચે બંધાયેલો હતો અને રાજુ છેલ્લે એટલે વિમલને આકાશનું આ રૂપ વધુ ભયંકર દેખાયું.અને પોતે આકાશથી નજીક હોવાથી જો આકાશ કંઇક અણછાજતું પગલુ ભરે તો સૌથી પહેલા એનો જ વારો આવે એ ડરામણાં વિચારે વિમલથી “ઓ...આકાશ!” એવી ચીસ નીકળી ગઇ.વિમલનાં આ ડરામણાં અવાજથી રાજુ પણ ગભરાયો.એ પણ બોલ્યોં “નહિ...આકાશ.” આકાશ તો એક ડગલુ ભરી ફરી અટકી ગયો.જાણે ...Read More
અણબનાવ - 12
અણબનાવ-12 વિમલનો છુટકારો થયો એટલે એ આકાશને ધકકો મારીને બહાર ભાગી ગયો.પણ બહારથી સિંહની ત્રાડ સંભળાઇ એટલે આકાશે રાજુને કહ્યું કે કદાચ વિમલને સિંહે ફાડી ખાધો હોય.હવે ગુફામાં આકાશ અને રાજુ બે રહ્યાં.બંનેને હજુ એકબીજા પર ભરોસો ન હતો.આકાશે તો રાજુને કહી જ દીધુ હતુ કે જો વિમલનાં મનમાં પાપ હોય તો એ બહાર ભાગવાનું વિચારે જ નહિ.કારણ કે એને તો ખબર હોવી જ જોઇએ કે બહાર ખુંખાર સિંહો બેઠા છે.એટલે આકાશે આડકતરી રીતે રાજુને જણાવી દીધુ કે મને હવે તારા પર શંકા છે.એટલે જ રાજુએ આકાશને કહ્યું “જો આકાશ, તું એક વાર બહાર જોઇને તો ...Read More
અણબનાવ - 13
અણબનાવ-13 મિત્રો વચ્ચે થયેલા કંઇક અણબનાવને લીધે આજે પરીસ્થિતી એવી ભયંકર બની ગઇ હતી ગીરનારનાં જંગલમાં એક પથ્થરમાં કોતરેલી ગુફામાં આકાશ,વિમલ અને રાજુ ફસાયા હતા.એમાં પણ વિમલે ભાગી જઇ મોટી ભુલ કરી.સેવકરામ અને તિલકે ગુફાની બહાર ચોકીદાર તરીકે ગોઠવેલા બંને સિંહોએ વિમલને ભાગવા ન દિધો.આકાશ ગુફાની બહાર જયાંરે જોવા આવ્યોં ત્યાંરે એને વિમલ એ સિંહોની પાછળ પડેલો દેખાયો.બરાબર ત્યાં જ અંદરથી રાજુની બુમ સંભળાઇ.પણ એ જયાંરે ગુફામાં અંદર આવ્યોં ત્યાંરે ગુફામાં અંધકાર છવાયો હતો.એણે રાજુનાં નામની બુમ પાડી પણ રાજુનો કોઇ પ્રત્યુતર ન હતો.એટલે જ રાજુ પરની એની શંકા વધુ મજબુત બની.બહારથી આવેલી સિંહની ત્રાડ થોડી નજીક ...Read More
અણબનાવ - 14 - છેલ્લો ભાગ
અણબનાવ-14 ગુફામાં સવારની સોમ્ય પળોમાં એવો તેજોમય પ્રકાશ ફેલાયો કે આકાશ અને રાજુની આંખો ઝીણી અને પછી એમને આંખો બંધ કરવી પડી.પણ બંનેનાં નાક અને કાન ખુલ્લા હતા.એટલે જ ગુફામાં કોઇકનાં આવવાનો અવાજ અને વાતાવરણમાં આવતી સુવાસ એમને અનુભવાયા.જેના થકી એમની આંખો ફરી ખુલવા માટે લાચાર બની.અને એ લોકોનાં અચરજનો કોઇ પાર ન રહ્યોં.સામે એક સાધુ ઉભા હતા.એમનું શરીર પારદર્શી દેખાતું હતુ.એમના શરીર પાછળનાં દ્રશ્યો પણ શરીરની આરપાર જોઇ શકાતા હતા.એ કોણ હશે એવા સવાલી મનથી બંને મિત્રો એમને એકીટસે જોઇ રહ્યાં.એટલે તરત સેવકરામ બે હાથ જોડી ઉભા થયા અને બોલ્યાં“આ મારા ગુરૂ મુક્તાનંદજી મહારાજ છે.એમના દર્શન કરવા ...Read More