વિદ્યાર્થીઓ અને એમની નોટબુકની લવ સ્ટોરી"
("My Students and Their Notebook Love Story")
પ્રત્યેક દિવસ મને એવું લાગે છે કે હું શાળામાં નથી, પણ કોઈ મિની કોમેડી શોમાં છું. 😄
એક દીકરો રોજ કહે:
➤ "મેમ, હું લખવા બેઠો, પણ પેન સૂકાઈ ગઈ!"
હવે મારે કહેવું પડે:
➤ "હું તો કહું છું કે તમે લખો છો જ એવું કે... ઈંક પણ તમારાથી દૂર ભાગી ગઈ!"
બીજો બાળક :
➤ "મેમ, રબર ખોવાઈ ગઈ..."
ત્રીજો તો ચેમ્પિયન:
➤ *"મેમ, પેન્સિલ છે... પણ લખવા જેવી લાગતી નથી!" 🙈
પણ બધાની વચ્ચે જ્યારે કોઈ એક બાળક ચૂપચાપ નાની કવિતા લખી લાવે, તો આખી ક્લાસ તાળી વગાડે... અને મારુદિલ ખીલી જાય.
એ બધા નટખટ છે, થોડા શરારતી છે...
પણ એ બધામાં પ્રેમ છે, નિર્દોષતા છે... અને એવું કંઈક છે જે મને રોજ શાળાએ ખેંચી લાવે છે.
મારા વિદ્યાર્થીઓ = મારા દિલના ટુકડા.
@neerawrites