Chanakyaniti Amrut saar - 3 in Gujarati Philosophy by yeash shah books and stories PDF | ચાણક્યનીતિ અમૃત સાર - ભાગ 3

Featured Books
Categories
Share

ચાણક્યનીતિ અમૃત સાર - ભાગ 3

(1)જે વ્યક્તિ વિચારીને નિર્ણય કરે છે,
અને સમજી પારખીને સામેવાળા વ્યક્તિ પર ભરોસો કરે છે
તેવો વ્યક્તિ હંમેશા સુખી રહે છે.

(2) તમારા જીવનસાથી અને સંતાન સાથે કરેલું અયોગ્ય વર્તન હંમેશા પાછું મળે છે. તેમજ સંતાન તમને હંમેશા અયોગ્ય રીતે જુએ છે, માટે આ બે વ્યક્તિ સાથે ખૂબ જ સાવધાની પૂર્વક વર્તન કરવું. માતા પિતા સાથે કરેલા અયોગ્ય વર્તનથી કુળ તેમજ ગરીમા નું પતન થાય છે. માટે પરિવાર જીવનસાથી અને સંતાન સાથે હંમેશા સૌજન્ય પૂર્વક વ્યવહાર કરો.

(3) જે સંવાદ
મનોરંજન
પ્રવાસ અને
પોતાના રક્ષણ માટે
યોગ્ય વ્યક્તિઓને પસંદ કરે છે તે હંમેશા પ્રસન્ન રહે છે.

(4) અધ્યયન એકાંતમાં, સંવાદ બે જણાએ, મનોરંજન ત્રણ વ્યક્તિઓએ, પ્રવાસ ચાર વ્યક્તિઓએ કરવો શ્રેષ્ઠ છે.
સંકટ સમયે પોતાના રક્ષણ માટે ઓછામાં ઓછા પાંચ વ્યક્તિઓએ સાથે જવું જોઈએ એવો ચાણક્યનો મત છે.

(5) સ્વામીની પત્ની, ગુરુની પત્ની, મિત્રની પત્ની ,પોતાની માતા, પોતાના પત્નીની માતા ,પોતાની પત્ની આ કોઈપણ વ્યક્તિના જીવનના મહત્વના સ્ત્રી પાત્રો છે.
સ્વામીની પત્ની સાથે સંવાદ કરવાથી બુદ્ધિ વધે છે.
ગુરુની પત્ની સાથે સંવાદ કરવાથી આચરણ સંબંધિત જ્ઞાન મળે છે.
મિત્ર ની પત્ની સાથે સંવાદ કરવાથી પ્રસન્નતા વધે છે.
પોતાની પત્ની સાથે નિરંતર સંવાદ કરવાથી પ્રેમ વધે છે.
પોતાની માતા તેમ જ પોતાની પત્નીની માતા સાથે સંવાદ કરવાથી જીવન વ્યવહાર અને સંબંધોનું જ્ઞાન પ્રાપ્ત થાય છે.
અને આ સર્વે સાથે વિવાદ કરવાથી તેમજ તેમનું અપમાન કરવાથી વ્યક્તિ તકલીફોમાં પડે છે.
આ સર્વે નારીઓ સાથે કરેલો યોગ્ય વ્યવહાર વ્યક્તિને ,બુદ્ધિ ,આચરણ ,પ્રસન્નતા, પ્રેમ ,વર્તન, અને વ્યવહાર શીખવે છે.

(6) જે વ્યક્તિની સંગતમાં તમારી રીત ભાત, જીવન દ્રષ્ટિ, કર્મો, અન્ય સાથેના તેમજ પોતાની જાત સાથેના સંબંધો અને તમારો પોતાનો વ્યવહાર પ્રગતિ પામે અને જીવન સરળ લાગે તેમ જ તમારા તેમજ અન્યના સ્વાસ્થ્ય અને મૂલ્યોનું જતન થાય તેવા વ્યક્તિના સંગાથમાં વધુ સમય રહેવું.

(7) પાંચ તત્વો નો અભ્યાસ કરનાર
જાતીય વિજ્ઞાન એટલે કે સેક્સ એજ્યુકેશન નું જ્ઞાન પ્રાપ્ત કરનાર
સ્ત્રીઓને સમજનાર,
અને અનેક વિષયઓનું જ્ઞાન ધરાવનાર વ્યક્તિ
આ વ્યક્તિઓ હંમેશા બીજાને યોગ્ય સલાહ અને સૂચન આપે છે. તેમની પાસેથી કંઈક અમૂલ્ય વાત શીખવા મળે છે.
(8) વ્યક્તિની રીત ભાત , વિશેષતા
લક્ષણ અને કર્મ વિશે માહિતી મેળવવાથી,
તેના ગુણ, શીલ, સ્વભાવ વિશે યોગ્ય પરીક્ષા કરવાથી
તમે યોગ્ય વ્યક્તિને પારખી શકશો.

(9) પ્રથમ મુલાકાતમાં હંમેશા વ્યક્તિ પોતાની પ્રિય વસ્તુ અથવા શોખ વિશે વાત કરે છે.
ત્યાર પછીની મુલાકાતમાં પોતાના અધિકાર વિશે જાણકારી આપે છે.
પછીની મુલાકાતમાં પોતાના સ્વભાવ વિશે ખ્યાલ આપે છે.
અને પછીની મુલાકાતમાં પોતાની સંગત વિશે અને પોતાની આસપાસના વાતાવરણ વિશે અંદાજ આપે છે.
આમ, અલગ અલગ સ્થળે,
અલગ અલગ સમયે
અને અલગ અલગ વાતાવરણમાં
ઓછામાં ઓછી ચાર વાર વ્યક્તિને મળવાથી તેની સાથે આગળ મુલાકાત કરવી કે નહીં એની ખબર પડે .
જીવનસાથી ની પરખમાં અને નવા કોઈપણ ધંધાકીય સંબંધમાં આ વાત સરખી રીતે લાગુ પડે છે.

(10) ખરાબ સંગત ખરાબ સમયને આમંત્રણ આપે છે. જો તમે ખરાબ સમયથી પસાર થતા હોય, તો સૌ પ્રથમ ખરાબ સંગત માંથી પોતાની જાતને અલગ કરો. ખરાબ સમયમાં વિદ્યા જ્ઞાન અને ગુણ માં વૃદ્ધિ કરવા પર વધુમાં વધુ સમય પસાર કરો. ખરાબ સમયમાં ચિંતામુક્ત થવાનું અને પીડા મુક્ત થવાનું આ જ ઓસડ છે.

(11) નવજાત બાળકમાં ગુણોનો વિકાસ કરવો હોય તો જન્મથી લઈને પાંચ વર્ષ સુધી તેને ખૂબ પ્રેમ આપવો.
5 થી લઈને 10 વર્ષ સુધી તેને વિવેક, અનુશાસન ,અને સન્માન ની રીતભાતો જરૂર પડે ત્યારે થોડીક કડકાઇથી શીખવવી અને સાથે સાથે પ્રેમ પણ આપવો. તેના ગુણોની અને સારા વિચારોની હંમેશા પ્રસંશા કરવી. તેની નાનામાં નાની ઉપલબ્ધીઓને પ્રોત્સાહન આપવું. 10 થી 15 વર્ષ દરમિયાન વિજાતીય પાત્ર સાથે કઈ રીતે વર્તન કરવું તે શીખવવું. આ વર્ષો દરમિયાન યોગ્ય પદ્ધતિથી જાતીય વિજ્ઞાન(સેક્સ એજ્યુકેશન) અને સ્વાસ્થ્ય વિશે જાણકારી આપવી. આયુષ્યના16 વર્ષ પછી તેની સાથે મિત્રતા પૂર્ણ વ્યવહાર કરવો. આ રીતે બાળકનું ઉછેર કરવાથી એનામાં પ્રેમ, વિવેક, અનુશાસન, અને વ્યવહારિક બુદ્ધિ જેવા ગુણોનો વિકાસ થાય છે.

(12) વાણી અને વિચાર માં શિક્ષણ અને અનુભવ દેખાય. વર્તન અને વ્યવહારમાં પ્રેમ અનુભવાય. દેખાવ અને રુચિઓ જાણીને સ્વાસ્થ્ય અને જતનનો અણસાર આવે, એવા વ્યક્તિઓ હંમેશા જીવનને સુગંધીત બનાવે છે. અને આવા વ્યક્તિઓ પાસે હંમેશા સમૃદ્ધિ આવે છે.

(13) અંધવિશ્વાસ માં ભરોસો અને બીજા વ્યક્તિ પર ખૂબ જ જલ્દી ભરોસો મૂકવો ખૂબ જ હાનિકારક છે. આવા વ્યક્તિઓના સંગતમાં રહેવાથી નુકસાન જ થાય છે.

(વધુ આવતા ભાગમાં...)