A dream of imagination in Gujarati Fiction Stories by snehal pandya._.soul with mystery books and stories PDF | કલ્પના નું સ્વપ્ન

Featured Books
Categories
Share

કલ્પના નું સ્વપ્ન

હું સ્નેહલ. આજ નો આ આખો ઘણાં વર્ષો પછી નો એક એવો પેહલો દિવસ કે જ્યાં મેં હૃદય ની એ લાગણી ફરી એકવાર અનુભવી. અત્યારે રાત્રી ના લગભગ ૧૨ વાગી ગયાં છે અને હું ફરી ખુલ્લી આંખે જાણે એક સપનું જોય રહી છું. કાગળ, પેન અને આ અદભુત ક્ષણ જાણે અહીંયા જ ઊભી રહી જાય, હું અહીંયા જ અટકી જવા માંગુ છું. ઘણી બધી લાગણીઓ ને વ્યકત કરવી છે એકવાર. આ આછું ચંદ્ર નું અજવાળું, ધીમે ધીમે ચહેરા પર આવતો આ પવન અને એકદમ શાંત વાતાવરણ માં ચમકતાં આ તારાઓ જાણે જંગલ માં કુદરત ના ખોળે રમતાં હોય એવું હકીકત માં જોય રહી છું.

ખબર નથી આ ક્ષણ કેટલા સમય સુધી રહેશે, પણ એમ થાય કે એને હું એક બેગ માં ભરી ને સ્ટોર કરીને સાચવી રાખું, કયારેક જીવવાની આશા ફરી મળી જશે એમાંથી. એમ માની ને. જાણે જીવ માં આજે જીવ આવ્યો એવી લાગણી. દરરોજ નું કામ તો સમયસર ચાલ્યાં કરે પણ એમાં જીવ વગર જાણે મશીનની જેમ પ્રોગ્રામ ગોઠવાય ગયેલો હોય. ખુશી કે જીવવાની ની એ મીઠાશ હોય જ નહિ એમ ટાઈમ ટેબલ પ્રમાણે ચાલતી આ જીંદગી માં એક હિસ્સો પોતાનો પણ હોય એવું સાવ કોઈકવાર જ થાય. અને આજે એવું થયું કે જીવ આવ્યો. હકીકત ની તો કોને ખબર, પણ ખુલ્લી આંખે જોયેલું આ સપનું બે ઘડી નિરાંત આપી ગયું. જાણે મને મારાં થી જ ઓળખાણ આપી ગયું.

ઘણી વખત ઈચ્છા હોય કે એવું બને જાણે પરીઓ ની વાર્તા જેવું સુખ મળે. કોઈ એવું વ્યક્તિ આવે કે એની સાથે હંમેશા માટે રહી જવાનું મન થાય. એના લીધે સમય નું પણ ભાન ના હોય, ભૂખ તો શું તરસ પણ નાં લાગે. હા હા, આ તો વાતો છે એ લાગણી વ્યક્ત કરવાની. પણ ખરેખર આવું થાય પણ જ્યારે એ વ્યક્તિ આસપાસ હોય. અરે!! હું કઈ વાત પર હતી અને ક્યાં આવી ગઈ. શરૂઆત કરું તો હમણાં કંઈ ખાસ એવું થયું નથી. મશીન ની જેમ ઘડીયાળ નાં કાંટા સાથે ચાલતું આ જીવન બની ગયું છે. સપનાં ઓ જોયાં હશે એને પણ કોણ જાણે કેટલો સમય થયો હશે. પણ આ કદાચ નોર્મલ છે જ્યારે જવાબદારી આવી જાય. સાચે, જીવન જાણે જીવ વગર નું ચાલતું થાય એમ. એની પહેલાં જાણે કોઈ સાથે મનભરી ને જીવી લેવાંનાં સપનાં ઓ હોય, કંઈક બની જવાની ઈચ્છા હોય. નાના મોટા પ્રયત્નો પણ થાય એના માટે અને ત્યારે જ આ જવાબદારી અને ઉંમર પહોંચી જાય કે ચાલ બેટા હવે બોવ સુખ અને નિરાંત જોય લીધી. અને પછી શરૂઆત થાય કે ચાલ ને કામ ની સાથે સાથે સપનાં ઓ ને હકીકત બનાવવા નો સમય પણ કાઢી લેશું. થોડા સમય પછી એ સ્ટ્રેસ અને એવું ઘણું બધું આવી જશે કે જીવવાનું જ ભૂલાય જશે. એ તો જેને થયું હોય એ સમજે. બાકી તો બધાં હસી કાઢે.

આ કોઈ વાર્તા નથી. પણ એ નાજુક વાત છે જે દરેક નાં હૃદય ને ખૂણે દબાય ગઈ છે. કલ્પના અને સ્વપ્ન જાણે એકસરખું જ લાગે. એ બંને વચ્ચે નો તફાવત સમજતાં વર્ષો નીકળી જાય કદાચ એમ જ માણસ ઘણી વાર જીવવા માં જીવ રાખતાં ભૂલાય જાય. દરેક લાગણી અદભુત છે જો સમયસર મળી જાય. ઊંઘ નહીં આજે તો ખુલ્લી આંખે જાણે કલ્પના બની જાય.. કાશ!! કયારેક મનગમતું કંઈ થઈ જાય કે આ ક્ષણ જાણે મને અઢળક પ્રેમ આપી જાય.