laste date in Gujarati Short Stories by Aarti bharvad books and stories PDF | આખર તારીખ

Featured Books
Categories
Share

આખર તારીખ

આ કહાનીમાં મધ્યમ વર્ગના લોકો ને આખર તારીખ દરમિયાન કેવી કેવી તકલીફો પડે છે એની પરિસ્થિતિ ને આપની સમક્ષ મુકવાનો અને સમજાવવાનો પ્રયત્ન કરું છું આશા છે કે આપને ગમશે અને આપ પણ એક મધ્યમ વર્ગના હસો તો આપને સમજવામાં ઘણી સરળતા રહેશે.

એક વરસ ના બાર મહિના,એક મહિનાના ૩૦/૩૧ દિવસ,સાત દિવસે અઠવાડિયું કહેવાય.આ દિવસો માં મહિનાના શરૂવાત ના દિવસો માં મધ્યમ વર્ગના વ્યક્તિની પરિસ્થિતિ સારી હોય છે કારણકે એ દિવસો દરમિયાન એની પાસે થોડી ઘણી પોતાના જીવન જરૂરિયાત ની વસ્તુ લાવી શકે એવી મૂડી હોય છે.દિવસના લગભગ ૨૦૦/૩૦૦ રૂપિયા ના પગાર પર કામ કરતો વ્યક્તિ ને અત્યારના સમય પ્રમાણે પોતાના ઘરનો ખર્ચ જ લગભગ દિવસ દરમિયાન ૩૦૦/૪૦૦ રૂપિયાનો હોય છે તો એ પોતાના પરિવાર નું ભારણ પોષણ કરવામાં જ પોતાનું બધું ખર્ચી નાખે છે.દિવસ દરમિયાન ઘરમાં દૂધ,શાકભાજી,તથા બીજા કેટલાય ખર્ચા હોય છે જે એ પુરા કરવાના હોય છે અને પગાર તો મહીને આવતો હોય મહીને પગાર આવે ૮૦૦૦/૯૦૦૦ અને એમાય જો રજા પડી હોય તો એ દિવસ તો પગાર કટ થઇ ને આવે એટલે મન મૂંઝવણ માં પડી જાય કે આટલા પૈસામાં શું કરવું?

પોતાના તમામ ખર્ચ અને મોજ શોખ ને બાજુ પર મુકીને એ પોતાના ઘર પરિવાર ની ચિંતા કરે ઘરમાં બાળકો ની સ્કુલ ના ખર્ચાઓ,માતા પિતા હોય તો એમને દવાઓ ના ખર્ચા અને પાછુ મહીને લાઈટ બીલ, ગેસ બોટલ અને જો કોઈકની પાસે થી આખર તારીખે લીધેલા પૈસા હોય તો એને પાછા આપવાના હોય એ બધા ટેન્સન માં એ અખો દિવસ બસ હિસાબ કિતાબ કરવામાં જ નીકળે કામ પર થી ઘરે જાય તોય એજ ચિંતા રહે કે ખર્ચા કેવી રીતે પુરા થશે? જયારે મૂડી હાથમાં હોય એ મૂડી માત્ર થોડા દિવસ હાથમાં રહે અને પછી જાણે કે અદ્રશ્ય થઇ જાય એમ ખર્ચા તો હજી પુરા ના થયા હોય અને મહિનાના અધવચ્ચે જ પરિસ્થિતિ એવી થઇ જાય કે પોતાની પાસે કઈ જ હોય નહિ અને એ આખર તારીખ નો સમય એ એક મધ્યમ વર્ગનો વ્યક્તિ જ જાણે છે કે એની પરિસ્થિતિ શું હોય છે.

ઘરમાં એક બાજુ બાળકો પોતાની જરૂરિયાત પ્રમાણે માંગણીઓ કરતા હોય,પત્ની કે ઘરના અન્ય સદસ્યો પોતાની અલગ અલગ માંગણીઓ કરતા હોય એની વચ્ચે આ આખર તારીખ એ વ્યક્તિ ને લાચાર બનાવી દે છે અને એ આ દિવસ દરમિયાન પોતાના પાસે આવતી આવક ની રાહ જોવે છે પરંતુ એ સમય વીતવા માટે પણ અત્યારે એને આખર તારીખ માંથી પસાર થવું જ પડે છે આખરે કોઈક પાસે ઉછીના નાણા લેવા પડે કાંતો પછી કોઈક ની પાસે ઉધારી કરવી પડે છે ના વિચાર્યું હોય એ આ આખર તારીકમાં માધ્યમ વર્ગની વ્યક્તિ ને કરવું પડે છે,

મોંઘવારી ના સમયમાં પોતાના પરિવારનું એક સમય નું જમવાનું બનાવવાનો ખર્ચ એટલો છે કે એ પોતાની આવક થી પણ વધારે વધી જાય છે અને એના વિશેષ મુસીબતોનો પણ આવા મધ્યમ વર્ગના લોકોને જ કરવો પડે છે ક્યારેય કોઈ ઉંચ્ચ વર્ગના કોઈને આવી પરિસ્થિતિ કે આખર તારીખ નડતી નથી બસ આ માધ્યમ વર્ગના વ્યક્તિને જ દરેક પરિસ્થતિ નો સામનો કરવો પડે છે અને અમુક લોકોતો આ પરિસ્થિતિ ને પહોચી ના વળતા હોય એ તો પોતાના જીવનને પણ ટૂંકાવાવનો પ્રયત્ન કરે છે મધ્યમ  વર્ગમાં તમામ લોકો નો સમાવેશ થાય છે જે ઓછા વેતન અને મોંઘવારીમાં પણ પોતાની હિંમત સાથે કામ કરે છે.