Sambhavna - 15 in Gujarati Horror Stories by Aarti Garval books and stories PDF | સંભાવના - ભાગ 15

Featured Books
Categories
Share

સંભાવના - ભાગ 15

યશવર્ધન ભાઈના મનમાં શંકા ઉત્પન્ન થઈ કે શું કોઈ તેમની વાત સાંભળી રહ્યું હતું? પરંતુ ત્યાં કોઈને ન જોતા તેમને વિચાર્યું કે ફૂલદાન હવાથી પડી ગયું હશે.

"અરે તમે હવે ચૂપ થઈ જાવ આમ રડશો ના અને જાઓ તમે તમારું કામ કરો આપણે આના વિશે પછી વાત કરીશું"- યશવર્ધનભાઈએ તે છોકરીને કહ્યું

તે છોકરી રડમસ ચહેરા સાથે અંદર રસોડા તરફ જાય છે અને યશવર્ધનભાઈ ફોઈ સાથે વાત કરવા માટે તેમના રૂમ તરફ જાય છે.

" ફોઈ મેં તે છોકરી સાથે વાત કરવાની કોશિશ કરી છે પરંતુ મને નથી લાગી રહ્યું કે તેની પાસે આ ઘર સિવાય અત્યારે બીજે ક્યાંય પણ જવાનો કોઈ આશરો છે"

" તારી વાત બરાબર છે દીકરા પરંતુ આપણે એને ક્યાં સુધી આવી રીતે રાખી શકીશું?"- ફોઈએ કહ્યું

" હા એ વાત તો છે પરંતુ અત્યારે તેને રહેવા દો આપણે આગળ જોઇએ છે કે શું કરી શકાય છે"- કહેતા યશવર્ધનભાઈ બહાર તરફ જાય છે

ધીમે ધીમે સમય પસાર થઈ રહ્યો છે....
એક મહિનો
બે મહિનો
ત્રણ મહિના

હવે તો ઘરના બધા સભ્યોને પણ તે છોકરી ની આદત લાગી ગઈ હતી જાણે.... તે ઘરના બધા સભ્યોનો ખૂબ જ ધ્યાન રાખતી હતી. દિવસ રાત ઉભા પગે તે બધા સભ્યોની સેવામાં પરોવાયેલી રહેતી હતી. હવે તો યશવર્ધનભાઈએ પણ તેને કંઈ કહેવાનું છોડી દીધું હતું..... પરંતુ ફોઈને તેનું ત્યાં રહેવું હંમેશાથી ખટકી રહ્યું હતું તેમણે બે થી ત્રણ વાર તેને ત્યાંથી કાઢવાની કોશિશ પણ કરી પરંતુ યશવર્ધનભાઈ આગળ તે કંઈ બોલી ન શક્યા.

સાંજનો સમય છે યશવર્ધન આરામ ખુરશી પર આરામ કરી રહ્યા હોય છે અને એટલા માટે એ છોકરી તેમના માટે ચા લઈને આવે છે.

" સાંભળો" - યશવર્ધન એ કહ્યું

વળતા જવાબ મા તે છોકરીએ યશવર્ધનને જોઈને માથું નમાવ્યું.

" તમે આટલા સમયથી અહીં રહો છો પરંતુ અમારામાંથી કોઈને હજી તમારું નામ પણ નથી ખબર... શું નામ છે તમારું?"- યશવર્ધને પૂછ્યું

પરંતુ તે ત્યાં ચુપ ચાપ ઊભી રહી ગઈ. તેની આંખોમાં ઝળહળીયા આવી ગયા હતા. નજરો ઝુકાવીને તેણે હાથથી ઈશારો કર્યો. યશવર્ધનભાઈ તેનો ઈશારો જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા.

થોડીવારમાં તે છોકરીએ ત્યાં પડેલા કાગળ ઉપર બે અક્ષરથી પોતાનું નામ લખ્યું.....

બિંદુ.....

યશવર્ધન તેના ઇશારા થી સમજી ગયા હતા કે,

"બિંદુ મુક હતી"

આ વાત જાણીને યશવર્ધનના મનમાં બિંદુ માટેની લાગણીઓ વધુ ગાઢ થઈ ગઈ....

હવે તો બિંદુ પણ એ વાત જાણી ગઈ હતી કે યશવર્ધન મનોમન તેને ચાહવા લાગ્યા છે.યશવર્ધનભાઈ નો સરળ સ્વભાવ અને કોમળ હૃદય એ આખરે બિંદુ ને તેમના તરફ આકર્ષી જ લીધી.

આજે બિંદુને આ ઘરમાં લગભગ એક વર્ષ થવા આવ્યું હતું. ઘરના બધા સભ્યો પોતપોતાના કામમાં વ્યસ્ત હતા. શ્યામ અને રવિન્દ્ર કોલેજ ગયા હતા, શારદા પોતાની શાળાએ ગઈ હતી અને ફોઈ મંદિર ગયા હતા. બિંદુ ઘરની સાફ-સફાઈ કરી રહી હતી કે અચાનક જ તે ત્યાં બેભાન થઈને ઢળી પડી.... લગભગ કલાક સુધી ત્યાં જ બેભાન રહ્યા બાદ ધીમે ધીમે હવે તેને હોશ આવી રહ્યો હતો.... ઘરમાં કોઈ હતું પણ નહીં કે જે તેની મદદ કરી શકે આથી તે જાતે જ ધીમે ધીમે ઊભા થવાનો પ્રયત્ન કરે છે તે સતત બેચેની અનુભવી રહી હતી.


" આટલી બેચેની..... હવે મને સહન નથી થઈ રહ્યું મારે દવાખાને બતાવું જ પડશે"


પોતાના મનમાં જ આમ વિચારતા વિચારતા તે ધીમે ધીમે ઊભા થઈને બહાર જવાનો પ્રયત્ન કરે છે. ઝાડનો સહારો લેતા લેતા તે દવાખાને પહોંચે છે. બિંદુ ની તપાસ કર્યા બાદ ડોક્ટર તેને એક જ નજરે જોઈ રહે છે પરંતુ કંઈ બોલ્યા વગર ચૂપચાપ તેને દવા આપે છે અને આરામ કરવાનું જણાવે છ.બિંદુ ત્યાંથી દવા લઈને ઘરે પરત ફરે છે.


બિંદુ જ્યારે દવાખાને ગઈ હતી ત્યારે યશવર્ધન પોતાની ડ્યુટી પરથી પરત ફરી ગયા હતા અને પોતાના રૂમમાં આરામ કરી રહ્યા હતા. બિંદુ પણ સીધી પોતાના રૂમમાં આરામ કરવા માટે જાય છે.

થોડા સમય બાદ જ્યારે તેની આંખ ખુલે છે ત્યારે સંધ્યાકાળ નો સમય થઈ ગયો હોય છે.તેને ત્યાં ઘણા બધા લોકોનો અવાજ આવે છે. ગામના લોકોનું ટોળું હાથમાં મશાલો લઈને ચારે તરફ ફરી રહ્યું હતું. તે લોકો બૂમો પાડી રહ્યા હતા....

અરે ઓ કુલક્ષણી બહાર નીકળ.... આવા બધા કાળા કામ અમારા ગામમાં નહીં ચાલે.....

બિંદુ આટલા બધા લોકોને ત્યાં બહાર જઈને ગભરાઈ ગઈ હતી. યશવર્ધન પણ અવાજ સાંભળીને બહાર નીકળી આવ્યા હતા બંને સીધા નીચે બારી તરફ જાય છે.


" શું થયું? કેમ તમે લોકો આવી રીતે બૂમો પાડી રહ્યા છો?"- યશવર્ધન એ ગુસ્સામાં કહ્યું


" તમારી નોકરાણી ને આ ગામમાંથી બહાર નીકાળો અમે અમારા ગામમાં આવું બધું નહીં ચલાવીએ"- ટોળા માંથી અવાજ આવ્યો


" પરંતુ થયું છે શું? કર્યું શું તેણીએ"- યશવર્ધન એ પૂછ્યું


"પોલીસ સાહેબ તમારે એવું બનવાની જરૂર નથી કે જાણે તમને કંઈક જાણ જ નથી તમારા ઘરમાં રહેનારી આ નોકરાણી એક કુવારી માં બનવા જઈ રહી છે અને અમે આ બધું અમારા ગામમાં નહીં ચલાવીએ"


આટલું સાંભળતા જ બિંદુએ તેનો હાથ તેના પેટ પર મૂક્યો અને યશવર્ધન અને બિંદુ બંને એકબીજાની સામે જોવા લાગ્યા.....


( શું બિંદુ અને યશવર્ધનના બાળકને અપનાવશે? કેવી રીતે કરશે તે ગામવાળા નો સામનો? જાણીશું આવતા ભાગમાં)