RJ Shailaja - 12 in Gujarati Detective stories by Herat Virendra Udavat books and stories PDF | R.j. શૈલજા - 12

Featured Books
Categories
Share

R.j. શૈલજા - 12

All the original rights of this novel belongs to the author Dr. Herat Udavat.
This book is published and available on amazon. I am putting this novel on matrubhartri platform for my beloved readers.
©

પ્રકરણ ૧૨: પર્દાફાશ

શૈલજા, સમીર, તેજ, ફોરેન્સિકની ટીમ અને પોલીસનો કાફલો સ્કૂલની પાછળના ખેતરમાં પોહચે છે.

શૈલજાએ જે જગ્યા બતાવી ત્યાં ખોદકામ શરૂ કરવામાં આવ્યું અને બધાના આશ્ચર્ય વચ્ચે ખોદકામ દરમિયાન એક કોથળામાંથી હાડપિંજર મળી આવે છે. તેની સાથે દાતરડા જેવું એક હથિયાર પણ મળે છે.

હાડપિંજરને જાળવીને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યું અને પ્રારંભિક તપાસમાં દાતરડાને મર્ડર વેપન તરીકે માનવામાં આવ્યું.

શૈલજા આ બાબા એ તને બતાવેલી વાત તો સાચી નીકળી.

તેજ એ શૈલજાની નજીક આવીને કહ્યું.

શૈલજા ગુમસુમ બેઠી હતી, તેની આંખો લાલ ઘૂમ થઈ ચૂકી હતી.

શૈલજા શું થયું? કઈક તો બોલ? મને ખાતરી છે કે આ હાડપિંજર ખુશીનું છે. ખુશીની હત્યાનું સીધું કારણ રાધિકા બહેનની આત્મ હત્યા સાથે જોડાયું હોય તેમ લાગે છે. હવે હત્યારાને પકડવો અઘરો નથી. તે કીધું હતું ને કે તે કોઈ વ્યકિતનો ચેહરો જોયો છે જે ખુશીને દફનાવી રહ્યો હતો. શું તું એ વ્યક્તિ ને ઓળખે છે?

શૈલજાની તરફ જોઇને તેજ બોલ્યો.

હું તને સ્કેચ બનાવવામાં મદદ કરી શકું એ ચેહરાનો. મે ક્યારેય એ માણસ ને જોયો નથી, પણ તું તપાસ કરીશ તો કદાચ મળી જ જશે. એજ વ્યકિત છે જેણે આ ફૂલ જેવી ખુશીની હત્યા કરી અને કદાચ એ જ જાણે છે મારા મમ્મી રાધિકાના આત્મહત્યા કે હત્યાનું કારણ.

ગુસ્સા માં ધ્રુજતા ધ્રુજતા શૈલજા બોલી.

હું હમણાં જ સ્કેચ આર્ટિસ્ટ Lને પોલીસ સ્ટેશન બોલાવી લઉં છું. એ હત્યારાને એના ગુના ની સજા જરૂર મળશે.

તેજ એ શૈલજાની તરફ જોઇને કહ્યું.

અનાથાલય ની એક માસૂમ છોકરી Lની લાશ મળી છે તેજ. નક્કી આ બધું જ રહસ્ય અનાથાલય સાથે જોડાયેલું છે. અનાથાલયના ટ્રસ્ટીની તારે સઘન પૂછપરછ કરવી જોઈએ. અને જે સ્કેચ બને એ ચેહરાની તપાસ અનાથાલયમાં તું સૌથી પેહલા કરજે.

શૈલજા એ તેજનો હાથ પકડીને કહ્યું.

એતો હું કરીશ જ. ફોરેન્સિકના રિપોર્ટ માં જો તે હાડપિંજર ખુશીનું હોવાનું પુરવાર થયું તો ખુશીના ગુમ થવાનો કેસ ફરીથી ખુલશે.

તેજ શૈલજાને જોઇને બોલ્યો.

ફોરેન્સિકના રિપોર્ટમાં હાડપિંજર ખુશીનું હોવાનું પુરવાર થયું. અનાથાલયના ટ્રસ્ટીની સઘન તપાસ કરવામાં આવી. તપાસમાં માહિતી મળી કે છેલ્લા ૫ વર્ષમાં ખુશી જેવી ૩૫ છોકરીઓ તે અનાથાલયમાંથી ગુમ થયેલી હોય છે. અને આ ગુમ થયેલી છોકરીઓની ફરિયાદ સુધ્ધાં કોઈ દ્વારા કરવામાં આવી ન હતી.

જે સ્કેચ શૈલજા એ બનાવડાવ્યો હતો તે વ્યક્તિ પણ અનાથાલયમાંથી પકડાયો.

તે વ્યક્તિ બીજું કોઈ નહિ પણ એ અનાથાલયનો વોર્ડન હતો.

ટ્રસ્ટી અને વોર્ડનના રિમાન્ડ મંજૂર થાય છે.

ખુશી નો કેસ તો સોલ્વ થયો પણ રાધિકા બહેનની આત્મહત્યાનું રહસ્ય હજી અકબંધ હતું.

તેવામાં,

૧ મહિના બાદ,

શૈલજા થોડી પૂછ પરછ માટે તારે અને કિશોર ભાઈએ પોલીસ સ્ટેશન આવવું પડશે. વોર્ડન અને ટ્રસ્ટીના રિમાન્ડમાં અમને રાધિકા બહેનની આત્મહત્યાનું કારણ અને તેમની આત્મહત્યા માટે જવાબદાર વ્યક્તિનું નામ મળી ગયું છે. એ નામ ઘણું આઘાતજનક છે, હું ફોન પર વધારે માહિતી નહી આપી શકું. તમે બંને જલ્દીથી અહીંયા આવો

સામે છેડેથી તેજનો અવાજ હોય છે,

હજી શૈલજા કઈ પણ બોલે તે પેહલા ફોન કટ થઇ જાય છે.

શૈલજા તરત જ કિશોર ભાઈને લઈને પોલીસ સ્ટેશન જવા નીકળે છે.

પોલીસ સ્ટેશનમાં,

તેજ કોણ છે એ વ્યક્તિ? જેના લીધે મારી મમ્મી રાધિકાએ આત્મહત્યા કરી?

વોર્ડન અને ટ્રસ્ટીએ તને મારી મમ્મી વિશે શું માહિતી આપી છે?

શૈલજા તેજને જોઇને બોલવા લાગી.

કિશોર ભાઈ, થોડુક સત્ય તો તમે પણ છુપાવ્યું છે,

જે દિવસે તમારી પત્ની રાધિકાએ આત્મહત્યા કરી તે દિવસે શું બન્યું હતું તે આજે હું વિગતે જાણવા ઈચ્છીશ.

તેજ કિશોર ભાઈની સામે જોઈને બોલ્યો.

મે કશું જ નથી છુપાવ્યું તેજ સાહેબ,

મે મારા સ્ટેટમેન્ટમાં કહેલું જ છે કે, તે દિવસે હું અને રાધિકા ઘણા ખુશ હતા. તે દિવસે અમારી દીકરી શૈલજાનો રેડીઓ પર પહેલી વાર અવાજ સંભળાવાનો હતો. રાધિકાએ ખાસ સ્કૂલમાંથી રજા પણ લીધી હતી, પણ અચાનક તેને સ્કૂલમાંથી ફોન આવેલો કે ચુંટણીને લઈને શાળાના શિક્ષકોને કોઈ કામ માટે તાત્કાલિક બોલાવ્યા છે, એટલે તેને હાજર થવું પડશે.

મારે પણ થોડા અંગત કામના લીધે બહાર જવાનું થયું અને જ્યારે હું પાછો આવ્યો ત્યારે મારા બેડરૂમમાં પંખા થી લટકેલી રાધિકાની લાશ....!!

વાક્ય પૂરું થતાં પેહલા કિશોર ભાઈ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા.

તેજ આ જૂની વાતોને ફરી ફરી ને યાદ કરવાનો શું મતલબ છે?

ગુસ્સામાં શૈલજા બોલી.

શું હું જાણી શકું છું કે તે અંગત કામ શું હતું?

તેજ એ કિશોર ભાઈને જોઇને સવાલ કર્યો.

એ જણાવવું મને જરૂરી નથી લાગતું.”

કિશોર ભાઈએ આંખમાંથી આંસુ લૂછતાં કહ્યું.

ઠીક છે, તો આ ફોટામાં જે છોકરી છે એને તો તમે ઓળખતા જ હશો?

તેજ એ કિશોર ભાઈને ખુશીનો ફોટો બતાવ્યો.

કિશોર ભાઈ તે ફોટાને પેહલા તો એકીટશે જોઈ રહ્યા પછી ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા.

પપ્પા તમે ખુશીને ઓળખો છો? તમે શું છુપાવો છો પપ્પા?

કિશોર ભાઈની સામે જોઇને શૈલજા બોલી.

કિશોર ભાઈ હજી પણ એકીટશે ખુશીના ફોટાને જોઈ રહ્યા હતા, તેમની આંખોમાંથી પાણી વહી રહ્યું હતું, તેમનો હાથ ધ્રુજવા લાગ્યો, અને મોટેથી ચીસ પાડીને તેવો બોલ્યા,

આ એજ છે જેના લીધે મારો આખો પરિવાર વિખરાઈ ગયો.

બિચારી મારી ખુશી, મારા વાંકના લીધે તેને પણ પોતાનો જીવ ગુમાવ્યો અને મારી રાધિકા પણ મને છોડીને ચાલી ગઈ.

શૈલજા ના પગ નીચે થી જાણે કે જમીન સરકી ગઈ, તે ખુરશીમાંથી ઉભી થઇ ગઈ અને બોલી,

મતલબ પપ્પા, મારી મમ્મી રાધિકાની આત્મહત્યા અને ખુશીની હત્યાનું કારણ તમે છો?

શૈલજા ને કશું જ સમજાઈ રહ્યું ન હતું.

હા શૈલજા ખુશીની આ દશા નું 'એક' કારણ અને તારી મમ્મી રાધિકા બહેન ની આત્મહત્યા નું 'એકમાત્ર' કારણ બીજું કોઈ નહિ પણ તારા પપ્પા કિશોર ભાઈ જ છે.

તેજ એ શૈલજાની સામે જોઇને કહ્યું.

ક્રમશ: