Zankhna - 77 in Gujarati Classic Stories by નયના બા વાઘેલા books and stories PDF | ઝંખના - પ્રકરણ - 77

Featured Books
Categories
Share

ઝંખના - પ્રકરણ - 77

ઝંખના @પ્રકરણ 77

કમલેશભાઈ અને ઘરમાં બધા ને કામીની ની ચિંતા હતી અને મીતા એ જ કમલેશભાઈ ને વિનંતી કરી કે જયી ને કામીની ને અંહી લયી આવે ,....બા ,બાપુજી એ પણ રજા આપી કે કામીની ને લયી આવો ,એટલે મંજુલા બેન ને કમલેશભાઈ તૈયાર થયી ને ગાડી લયી શહેરમાં જવા નીકળ્યા,....ને ત્યા પરેશભાઈ પણ શહેરમાં જવા નીકળ્યા.....ત્યા કામીની ની હાલત ખરાબ હતી ,ખુબ જ ટેન્શન મા હતી છતાં એ પોતાની જાત ને સંભાળી લીધી હતી ,જયા મા એને થોડી થોડી વારે જયુસ પીવડાવતા ને પોતાના હાથે ખવડાવતા એક જ વાત સમજવાતા કે જો બેટા હવે જે થવાનુ હતુ એ થયી ગયુ ,એની ચિંતા છોડ....હાલ તારે માત્ર ને માત્ર તારા આવનાર બાળકો ની હેલ્થ પર જ ધ્યાન રાખવાનુ છે ,....ગયી વખતે આપણી ,તારી બેદરકારી ના લીધે એક બાબો ગુમાવી ચુક્યા છે ,ને ભગવાન આવા આશીર્વાદ વારેવારે નથી આપતાં, ભીખે ભીખે લાડવા નથી મડતા,બેટા કામુ તુ સમજે છે ને હું તને શુ કહુ છું તુ સમજી શકે છે ને ,એટલે જ તારે હાલ પુરતી એ બધી જ વાત ને એક ખરાબ સપનુ સમજી ભુલી જવાનુ છે નૈ ખાવા પીવા નુ ધ્યાન રાખવાનુ છે ,
એકવાર તારા બાડકો હેમખેમ આ દુનિયામાં આવી જાય પછી આપણે આ બધી પ્રોસિજર કરીશુ ,એ નાલાયક ને છોડીશુ નહી ,ને હા હવે આ ઘર ,બયુટીક ને ગાડી બધુ તારુ ને તારા બાડકો નુ જ છે ,....હવે તુ એક બિઝનેસ વુમન છે , ..
જયા મા સુમન ને રાગિણી બયુટીક બરાબર ચલાવે છે ને ? હા ,હા બધુ સરસ રીતે ચાલે છે તુ ચિંતા ના કર, ને જયા મા આ ડીલીવરી પતે પછી હુ પણ એ નાલાયક મયંક પર કેશ કરીશ ,મારી સાથે પણ છેતરપીંડી કરી છે ને હવે હુ એને ડીવોર્સ પણ આપી દયીશ ,....હા કામુ તુ કહે છે એમ જ કરીશુ ,તુ અત્યારે આ બધુ ના વિચાર ,
નથી વિચારવુ હોતુ પણ શુ કરુ નજર સામે થી એ બધુ ખસતુ જ નથી ....ને હા આ ન્યુઝ તો ટીવી ,પેપર મા બધે આવી ગયા છે તો ત્યા મારા ગામડે કમલેશકાકા ને ઘરમાં બધા એ જોયા હશે ,મારી મા એ પણ જોયા હશે તો બધા ને બધી ખબર પડી ગયી હશે ને બહુ ચિંતા કરતાં હશે ,....મારા કારણે એ બધા દુખી થયી ગયા હશે
,બસ કામીની હવે તુ ચિંતા છોડ ને લે આ જયુસ પી લે ,
પરેશભાઈ સીધા હોસ્ટેલ મા ગયા ને ત્યા થી વિશાલ અને રવિ ને લયી ને પોલીસ સ્ટેશન ગયા ,ને ફોરમાલીટી પુરી કરી ને બોલ્યા સાહેબ એ નાલાયક ને વધુ મા વધુ
સજા થાય એવુ કરજો ,એણે ખબર નહી મારી દીકરી જેવી કેટલી છોકરી યો ના જીવન બરબાદ કર્યા હશે ? ને હમણાં પાછી લગ્ન કર્યા એ છોકરી પણ એક ગરીબ મા ની ગામડાંની છોકરી નુ જીવન પણ બગાડ્યું,,આવા નરાધમો સમાજ મા ખુલ્લે આમ ફરશે તો ખબર નહી કેટલી છોકરીઓ ના જીવન બગાડશે ,.......હા પરેશભાઈ એવુ જ થશે એના ઉપર ત્રણ કેશ થયી ગયેલા છે ,ને હવે કદાચ એની સાથે લગ્ન કરી અંધારામાં રાખી છે એ યુવતી પણ કદાચ કેશ કરશે જ ,અમે સાથે રહીને એક બીજો કેશ કરાવીશુ એ યુવતી પણ કોક નાના ગામડાની છે , કામીની નામ છે એનુ ને એ બીચારી તો ગર્ભવતી છે ....એના માતા પિતા પર શુ વીતી હશે એ સમજી શકીએ છીએ અમે
ને પછી ત્યા થી જતાં જતાં પરેશભાઈ બે હાથ જોડી ને
બોલ્યા ને હા સાહેબ એ કામીની તરફ થી કોઈ ના ગામડે થી ઘરવાળા આવે તો આ ઘટના મા મારી દીકરી મીતા નુ નામ કયાંય ના આવવુ જોઈએ ,....મારી દીકરી મીતા ના લગ્ન થયી ગયા છે ,એ એના સાસરે સુખી છે ,....તમે નિશ્ચિત રહો અમે એ બધુ સારી રીતે સમજીએ છીએ ,તમારી હોય કે મારી કોઈ ની દીકરી ની બદનામી થાય એવુ કામ અમે કદી ના કરીએ ,........
પરેશભાઈ ના મન ને શાંતિ થયી ,ને એ પરત ગામડે જવા ફર્યા ને વિશાલ ,રવિ બધા નો આભાર માન્યો ને કહ્યુ, બેટા તમે બધા પણ સમજુ જ છો એટલે આ વાત ને અંહી જ દબાવી દેજો આપણા ગામ મા કદી ખુલે નહી એનુ ધ્યાન રાખજો ,....પરેશકાકા તમે ચિંતા ના કરો મીતા અમારી બેન છે ,અમે એની વાત ક્યારેય કોઈ ને નહી કરીએ,
બસ બેટા મને આવા જવાબ ની જ આશા હતી ,તમે પારકા થોડા છો મારા જ છો એટલે મને ચિંતા નથી ,એમ કહી ને પરેશભાઈ નિશ્ચિંત થયી ત્યા થી ગામ આવવા રવાના થયા ,..................
ને આ બાજુ કમલેશભાઈ ને મંજુલા બેન સીધા કામીની ના ફલેટ પર પહોંચ્યા,...
મંજુલા બેન એ ઘર નો બેલ માર્યો, થોડીવાર મા ગંગા બેન એ ઘર ખોલયુ,...જયા બેન ને કામીની હોલ મા જ બેઠા હતાં, આમ અચાનક કમલેશભાઈ ને મંજુલા બેન ને જોઈ ને કામીની ચોંકી ઉઠી ,ને ઉભી થયી સીધી મંજુલા બેન ના ગડે વળગી પડી ને ધ્રુસકે ધ્રુસકે રડી પડી
મંજુલા બેન એ એને રડી લેવા દીધી ,એના વાસે પ્રેમ થી હાથ ફેરવતાં રહયા ,કામીની એ એના મનનો ઉભરો ઠાલવી દીધો ,એને રડતી જોઈ જયા બેન અને મંજુલા બેન ની આંખો માં પણ આશુ આવી ગયા,....ગંગા બા પાણી ની ટ્રે લયી ને આવ્યા, મંજુલા બેન એ કામીની ને પાણી પીવડાવી શાતં કરી ને બોલ્યા, બેટા જે થવાનુ હતુ એ થયી ગયુ ,એ બધી ચિંતા છોડ ને આવનાર સંતાનો નુ વિચાર ,અમે તને વડાલી આપણા ઘેર લયી જવા આવ્યા છીએ ,.....ને કામીની
ચોંકી ને બોલી કેમ ત્યા????
તને આવી હાલત મા અંહી એકલી ના મુકાય ,ગમે ત્યારે ડીલીવરી થયી શકે છે ,.....ને આ વખતે કોઈ જોખમ લેવા નથી માંગતા, એક વાર તારી ડીલીવરી બગડી છે ,આ વખતે એવુ કયી ના થાય એટલે અમારી નજર સામે જ તને રાખવાની છે ......
પણ કાકી અંહી આ ગંગા બા ને જયા મા છે ,એ સંભાળી લેશે ,....ને વચ્ચે જ કમલેશભાઈ બોલી ઉઠ્યા,
ના અંહી નથી રહેવાનુ ,અમે તને આપણાં ઘરે લયી જવા આવ્યા છે ,ને બા ,બાપુજી એ કહયુ છે કે કામુડી ને લીધા વિના પાછા ના આવતા ,....તુ એમનુ કહયુ નહી માને ? જયા બેન પણ બોલ્યા, હા કામીની કમલેશભાઈ સાચુ કહે છે આવા સમયે ઘરનાં બધા સાથે ખુશ પણ રહેવાય ને સેફ પણ.... ત્યા ગીતા પણ તારી બહુ ચિંતા કરે છે , મીતા વહુ પણ બહુ ચિંતા મા છે ,એની સાથે પણ ના બનવાનુ બની ગયુ ,હમણાં જ એટલે એ તને તકલીફ ના પડે એ માટે જ આજે જ અમને મોકલી દીધા , તુ બીજી બધી ચિંતા છોડ ,આ જયાબેન છે ને એ તારુ બયુટીક સંભાળી લેશે ને ગંગા બા ઘર સંભાળશે ,...
કાકા મીતા ને શુ થયુ હતુ ,એ પણ પ્રગનેટ છે ને ? મંજુલા બેન નિશાશો નાખતા બોલ્યા
હા પ્રગનેટ હતી પણ એ બાથરૂમમાં થી નીકળતા પડી ગયી એટલે એનુ મીસકેરેજ થયી ગયુ ને એ ઘણો લાંબો સમય ટેન્શન મા રહી ,એ પણ એ હાલત મા થી પસાર થયી ચુકી છે એટલે તારી ચિંતા કરતી હતી ને એણે જ કહયુ છે કે કામીની ને લયી આવો ,ના માને તો મને ફોન
કરજો હું મનાવી લયીશ ,...
ખરેખર મિતા ને સુનિતા બન્ને વહુ ઓ ભલે તને ઓળખતી નથી પણ તારી વાતો સાંભળી, ને તને બહુ યાદ કરે છે ,....એટલે તારે આવવુ
જ પડશે ,....જયાબેન પણ બોલ્યા હા કામીની તારે ત્યા જવુ જ જોઈએ ,તારો પરિવાર તારી સાથે હશે તો તુ આ બધુ દુખ ભુલી પણ શકીશ ,...તુ અંહી ઘર અને બયુટીક ની ચિંતા ના હુ બધુ મેનેજ કરી લયીશ ,....ને એવુ હોય તો ડિલીવરી પછી તુ આવી જજે પાછી ,હુ તો છુ જ તારી મા જ છું ને ,ને પછી આયા રાખી લયીશુ બાળકો માટે .....કામીની ને જયા બેન ની વાત ગડે ઉતરી ગયી ને પછી જયા બેન સાથે મડી ને પોતાની બેગ પેક કરવા લાગી ,ગંગા બા એ એટલા મા રસોઈ બનાવી નાંખી, મીતા એ મીતા અને સુનિતા માટે પોતે ડીજાઈન કરેલા ,ચાર ,પાચં બલાઉઝ લીધા ને મંજુલા બેન અને ગીતા માટે બે સાડી ઓ પણ મુકી ,...એના ઘરેણાં ને પૈસા તો બેન્ક ની લોકર મા જ હતાં ને સારુ થયુ મયંક એ કામીની ને સારુ લગાડવા માટે બેન્ક એકાઉન્ટ અને લોકર કામીની ના નામનુ જ લીધુ હતુ ,એ વાત નો કામીની ને ફાયદો થયો ,...ને આમ પણ બેન્ક મા પડેલા ઘરેણાં કમલેશકાકા એ આપેલા હતાં થોડા ઘણા મયંક એ બનાવ્યા હતા ,ને કામીની ની બયુટીક ની બધી આવક એણે બેન્ક મા જ ભેગી કરી હતી ,એની સેલેરી કરતાં ચાર ગણી આવક બયૂટીક ની હતી ,કામીની ની મહેનત ની ,....મીતા પાસે થી પડાવી લીધેલા રુપિયા ને ઘરેણાં થી જ મયંક એ ફલેટ ને બયુટીક ખરીદ્યું હતુ ,ને ગાડી ,એકટીવા બધુ જ ,ઘરમાં બધીજ સુખ સાહ્યબી હતી ને કામીની ના જીવનમાં, જેમ શાંત પાણી મા પથ્થરો પડવાથી વમળો સર્જાય, બસ એવુ જ કામીની સાથે બનયુ હતુ ,...
કામીની મીતા કરતાં મન થી મજબુત હતી એટલે પોતાની જાત ને સંભાળી લીધી હતી,
જમવાનુ બની ગયુ એટલે ગંગા બા એ ડાઈનીંગ ટેબલ પર થાડીઓ પીરસી , ને બધા સાથે જમવા બેઠા ,....
કમલેશભાઈ એ કામીની ને આમ હેમખેમ ને મજબુત જોઈ એટલે મનમાં ખુશ થયા ને આ વખતે કામીની ની ડીલીવરી સુધરી જાય એવી જ અપેક્ષા રાખતા હતા , કામીની એ પોતાને જોઈતી બધી વસ્તુ ઓ દધાઓ બધુ એક મોટી બેગ ને એક થેલા મા પેક કર્યુ,..
ને ગંગા બા ને પોતાના ફલેટ પર જ રહી ને ઘર સાચવવાનું કહયુ ને પૈસા પણ આપ્યા ને વધારે પૈસા ની જરુર પડે તો જયા મા પાસે થી માગી લેવા જણાવ્યું, ને પોતે બહુ જલદીથી પાછી ફરશે ,ઘર સાચવજો એમ કહી નીકળ્યા, ને જયાબેન ને બયુટીક ની જવાબદારી સોંપી....કામીની ને ગામડે મોકલતા જયા બેન નો જીવ નહોતો ચાલતો ,પોતાની દીકરી પોતાના થી દુર જયી રહી હોય એટલુ દુખ થયુ ને એ રડી પડ્યા, કામીની ની આખં મા આશુ આવી ગયા.
બન્ને મા ,દીકરી ની જેમ ગડે વળગી પડ્યા, જયા મા એ કામીની ને તબિયત નુ ધ્યાન રાખવાની સલાહ વારેઘડીએ આપતાં રહ્યા, ને પછી આવજો, જજો કરી ને કામીની ને મંજુલા બેન ગાડી મા બેઠા ને કમલેશભાઈ એ ગાડી વડાલી તરફ હંકારી....
કામીની ના જીવનમાં આગળ કેવો મોડ આવશે એ જાણવાં માટે વાંચો આગળ નુ પ્રકરણ @ 78
ઝંખના................

લેખક @ નયના બા વાઘેલા