expression of thought in Gujarati Anything by Zalak Chaudhary books and stories PDF | વિચાર અભિવ્યક્તિ

Featured Books
Categories
Share

વિચાર અભિવ્યક્તિ

" જે છીનવાય છે સામ્રાજ્ય શબ્દોથી રમાય છે તે યુદ્ધ વિચારોથી,
લડાય છે યુદ્ધ જે હથિયારો થી રણનીતિ રચાય છે મસ્તિશ્ક થી"
"વિચાર" અનંત વ્યાપી અવકાશ તેને રજૂ કરવો જેટલો અઘરો છે તેટલું જ અઘરું તેના પર સંયમ લાદવો.મગજ અનિયંત્રિત પ્રવાહ છે જેમાં પાણી ની માત્રા મુજબના વિચારો ગતિમાં હોય છે જો સંવેદના વધુ તો પ્રવાહ વધુ વ્યવહારિકતા વધુ તો પ્રવાહ ઓછો.સતત દોડતા મગજ ને બંધન જરૂરી છે અનિવાર્યતા એટલી કે વ્યક્તિ પ્રવૃત્તિમય રહે ન કે વિચારશીલ.

મગજમાં રચાતી કલા,નવીન પ્રવૃત્તિ, કાર્ય,નવો સંસ્કાર,નવી ટેવ કે જાતને સુધારવા માટે લગાવેલ વૈચારિક તાકાત જ્યાં સુધી વ્યક્તિના બહારના વર્તન કે જીવન માં ન જોવા મળે ત્યાં સુધી વ્યક્તિ ના વિચાર માત્ર કલ્પના ચલચિત્રો છે જેનું મૂલ્ય રીલિઝ થાય વગરની ફિલ્મ જેટલું છે

પોતે નક્કી કરેલ કોઈ પણ પ્રવૃત્તિ પાછળ વ્યક્તિ પોતાની જાત ઘસી નાખે ત્યારે એ વિચાર એક ઉત્તમ કોટિનું જીવન પ્રદાન કરે છે વ્યક્તિ મન થી હરે છે કે મગજ થી એ નક્કી ક્યારેય થઈ શકતુ જ નથી .

જો વ્યક્તિનો ભાવાત્મક એકમ મજબૂત હશે તો એ વ્યવહારિકતા ચૂકી જશે.તે માત્ર મન થી લાગણીઓમાં બંધાઈને નિર્ણયો લેતો થશે પણ જો વ્યક્તિ મગજ થી મજબૂત હશે અને વિશ્લેષણાત્મક વલણ ધરાવે , વ્યવહારિકતા ધરાવે તો પોતે નક્કી કરેલા નિર્ણયો પર અકબંધ રહેવાની તાકાત ધરાવે છે .

આ તાકાત તે પોતાની જાત ને શિસ્તબદ્ધ રાખી અને વિચારો પર સન્યમરખી કેળવી શકે છે જો તમે માત્ર કલ્પનઇક દુનિયા અને વિચારોની દુનિયામાં જીવી અને વાસ્તવિક જીવન ને ઉમળકાભેર જીવવું એ માત્ર મગજ નો એક છલ છે.

સતત વિચારોમાં રહેતું મગજ વાચા ના મેળવે ત્યારે મન પર બોજ વધતો જાય છે જે વ્યક્તિને નિર્બળ બનાવે છે વૈચારિક વિશ્લેષણ જેની સર્વશ્રેષ્ઠ કળા છે તે વ્યક્તિ દરેક અઘરી પરિસ્થિતિઓમાંથી પસાર થઈ શકે છે અને તેને સફળતાપૂર્વક જીવી પણ શકે છે.


પ્રત્યેક વ્યક્તિ સતત બે પ્રકારના વિચારો વચ્ચે યુદ્ધ ખેલતો હોય છે એક જે સત્ય છે અને બીજું જે પોતાના માટે અનુકૂળ છે પરિસ્થિતિ આધીન વ્યક્તિ પોતાના વિચારોને માન્યતા આપે છે તેના માટે શું યોગ્ય છે એ વિચારને પહેલી સ્વીકૃતિ જે પ્રતિકૂળ છે તે વિચારને અવગણે છે

વ્યક્તિ પોતાના માટે જરૂરી તમામ વિચારો કરી અંતમાં પોતાને જરૂરી મેળવી લીધા પછી એ વિશ્લેષણ માં સમય પસાર કરે છે જેમાં ખરેખર એ વિચાર એ નિર્ણય અન્ય માટે એટલે જ આવશ્યક હતો જેટલો તેના અંગત સ્વાર્થ માટે !??


મહત્વ એનું ત્યારે ઘટે જ્યારે તમારા વિચારો કોઈકના જીવન માટે ઘાતક સાબિત થતાં હોયત્યારે તેમને પૂર્ણવિરામ આપવો જરૂરી છે.વ્યક્તિ પોતાને અનુકૂળ પરિસ્થિતિઓ જોવા માટે મગજને રંગમંચ બનાવી લે છે .નવા નવા પાત્રો અને એ પાત્રોને પોતાની અનુકૂળતા મુજબ ના મુખોટ પહેરાવે છે .વાસ્તવિક જીવન સાથે જ્યારે તેમનો સામનો થાય ત્યારે ચહેરા અફૂકા અને વાચા શૂન્ય બની જાય છે

સતત જીવતા રહેવા માટે વ્યક્તિએ વિચારોને કેદ કરતા શીખવું પડે છે ક્યારે કેટલું વર્તન માં લાવવું તે આચરણ કરતા શીખવું પડે છે સતત દોડતા મગજને ક્યારેક પ્રેમ થી પ્રવાહ ધીમો કરવા પંપાળવું પડે છે ..થાકેલું મગજ ક્યારેય વ્યક્તિને પ્રગતિ માટે નથી દોરી શકતું એ હંમેશા આડંબર રચે છે


છેલ્લે ભગવાન કૃષ્ણ એ પણ કહ્યું છે ને કે " વ્યક્તિ પાપ અને પુણ્ય પોતાના વિચારો થી પણ આચરે છે"

વિચારોમાં રહેલા પ્રત્યેક જીવ અને પ્રત્યેક કર્મ સત્ય હોયતે જરૂરી નથી.