Introduction to God himself in Gujarati Philosophy by Hemant Pandya books and stories PDF | પરીચય ખુદથી ઈશ્વર નો

Featured Books
Categories
Share

પરીચય ખુદથી ઈશ્વર નો

રામ:
કોણ ભવપાર કરે, કોણ તરે???
જતી પુરૂષ અને સતી નારી..
વીજળી ને ચમકારે મોતીડાં પરોવો પાન બાઈ, અચાનક અંધારા...
જાતીરે વિજાતીની યુગતી બતાવુને બીબે પાડું ત્રીજી ભાત રે...
જાતીરે વીજાતીની આવે નહીં હેડકી ને સોહી હરીજનના પ્રમાણ રે....
સાહેબ બાકી આપણે બધા.... રામ રામ
સંધર્ષ ચાલું રાખો ખુદની સાથે...જીત ખુદથી , ખુદના વીકારોથી મેળવવાની છે...
જયારે સમભાવ પ્રાણી માત્ર પ્રત્યે જાગે સમજજો તમે કલ્યાણ ના માર્ગે ચડયા.

હજાર જાતના ચેપ લાગું લાગું કરે, કેટલાય ચીપકી પણ જાય છે, રાગ દ્રેષ જાગે , કોઈ વીકારી અભીમાની તમો ગુણી પાપી આત્મા ના પાપ કર્મો એના વચનો થી ક્રોધા અગ્ની પણ જાગે, તો કોઈક વાર મોહીની સંસારના ભૌતિક શુખ ભોગવવાની પણ કામના થાય, કયારેક હર્ષ કયારેક ઉલ્લાસ જેવો ભાસ યાય, પણ આત્મા થી એકજ સુર ઉપજે...
મારે નથી પડવું આ માથાકુટમાં, મારે કંઇ નથી જોઈતું, મારૂ કશું નથી કરવું, જે કરશે તે ભરશે, મારે મનમાં રાગ દ્રેષ પણ નથી પાળવા, હે ઈશ્વર મારા આત્માને તારી જેમ અછુતો રાખજે...જય ગુરુદેવ, બસ તમે પણ કરી શકો આવો સંકલ્પ

કહીશ તો કદાચ ઉચીત નથી કારણકે વર્તમાન કહું છું કાલની કોને ખબર?
છતા છું તો માણસ માટે બફાઈ જાય છે ઉચ્ચારી જવાય છે,
શરીરને ખાવાપીવા પેરવા ઓઢવા રહેવા હરવા ફરવા અને આરામ જોઈએ મોજ શોખ પણ કદાચ...
પણ આત્મા ને કશુંજ નહીં,
આત્મા કહે તારા કર્મ તું ભોગવજે, મારે કંઈ ન ખપે, હું તને છોડી ને વયો જાઈશ..તારી હાથે હું નહી રહું, દર્દ પીડા કે શુખ ચેન તને મુબારક , હું તો બસ શાંતિ નો ચાહક ... અહીંનું મને કંઈ ન ખપે...જય ગુરુદેવ

શાને કરે છે વીલાપ કાયા રાણી.....વીલાપ રે...
બસ જાગ્યો છું સમજ્યો છું...
આત્મા ને કંઈ ન ખપે,
કારક શરીર આ કાયા રાણી તેના કર્તવ્ય નું પાલન કરે, કોઈનું ઉછીનું ઉધાર ચુકવે, પણ મારે હવે કંઈ ન ખપે...

જોઈલો સંસારનો કોઈપણ સંબંધ...વીચારજો પારખું કરી લેજો...
સ્વાર્થ અને મતલબનો,
વહેવાર મતલબનો,
લોહીનો કે xyz
ક્યાંક કેટલો ભલે સ્વાર્થ તો રહેલોજ હોય...
અને એ તુટે મતલબ પુરો, હું કોણ તું કોણ...
કોઈ પણ સંબંધ જ્યારે પોતાની જાત પર આવે વ્યક્તિગત એટલે સંબંધોમાં કડવાશ આવે આવે અને આવે, પછી નફરત અને મન દુઃખ ના બીજ રોપાય..કયારેક જીવન નરક સમું પણ લાગે... માટે ચેતો

લોકો કહેશે ડાયો માણસ ગાંડી વાતો, કોઈ કહેશે ડાઈ વાતો ગાડા માણસ પાછે,
જેવીસોચ તેવો વીચાર તેવું વર્તન વહેવાર,
શું સત્ય શું જુઠ,
ભોગી ભોગની વાત કરે, લોભી લોભ ની, ક્રોધી ક્રોધની, લાલચી લાલચની, અભીમાની અભીમાનની, માણસ જાત પાસે કેવો ન્યાય?
ન્યાય કરનાર , ન્યાય આપનાર આપણે કોણ??
શું સાચું શું જુઠું..??
બસ સમજણનો અભાવ...
નીમીત માત્ર આ દેહ ધારી આત્મા... કર્તા હર્તા કોઈ ઔર કોઈ એકજ છે...

પછી મારો ગોગો‌ મારી માતા મારૂ ઢીકડું ફલાણું ની ભાવના ઉદ્દેશ વહેવાર વર્તન બધું બદલાઈ જશે, અને તમારી જેમ આવું બોલનારા કદાચ તમને મારો ઢીકડો ફલાણો કરતા ગોતતા ફરશે.કારણ કે તે દેવી દેવતા ગોગો બધા સત્વને ધારણ કરી દેવ બન્યા. તમે પણ બની શકો,
આ માટે પાંચ ઈન્દ્રિયો ને સંપૂર્ણ કાબું, અને પાંચ વીકાર જે હું અને મારા ના વીચાર લવડાવે છે તે ત્યજવા પડશે...અને એકજ યાદ રાખવું પડશે કર્મનો સિદ્ધાંત...જેવા કર્મ તેવું ફળ ....
તમે નીમીત માત્ર.....
આ વાત થોડી અઘરી છે સમજવી... જય ગુરુદેવ

ગીતના શબ્દો છે..
શુખકે સબ સાથી...દુખમે ન કોઈ...
મેરે રામ તેરો નામ....
અને ચેતવા માટે..?
હે માનવ વિશ્વાસ કરી લે સમય બની સમજાવું છું...આ દુનિયા માં ઈચ્છા થી...

તમે એક ગાગરનું પાણી જે સમુદ્રમાં ભળી જાઓ તો, ગાગર અને સમુદ્ર ના પાણી માં તમે ઘડાનું પાણી કયું અને સાગરનું પાણી કયું??
માની લો કે તમે ખુદ સર્વ શક્તિમાન છો, ઉત્પત્તિ સર્જન વીસર્જન ના કર્તા છો જે કરવું હોય તે કરી શકવાને સક્ષમ છો, સર્જન પાલન સંહાર તો? તો તમારે તમારા માટે કશું કરવાની જરૂર રહેશે???
તો તમારો કોઈ સ્વાર્થ રહેશે???
હવે એવું કોઈ ગોતી લો...કે જે આવું સવ્યં શક્તિ શાળી હોય...
પછી...? એમાં ભળી જશો તો??? તમે પણ કેવા બની જશો???

ભક્તિ ભજન વર્ત તપ જપ જાપ માળા પણ શા માટે?? મારી માતા મારો ગોગો....વીગેરે કેમ વખાણ? કેમ કરગરવાનું, કેમ રાજી થવાનું? કેમ નામ રટણ કરવાનું???
ઉપ દ્રીપક શું? મતલબી આ સંસાર માં કોઈ પણ કાર્ય મતલબ વિનાનું હોય તો શોધી કાઢો ચાલો??
જયારે તે મતલબ વિનાનું કાર્ય તમે આદરો ....
ત્યારે સમજજો તમે હવે તરવાના આરે.. કલ્યાણ વસ્તું, છે મતલબ વિનાનું ૧૦૦% છે...પણ તે કરવા ની તમારી તૈયારી અને લગ્ની લાગવી જોઈએ...
એ માટે સમભાવ ....અને નેકી કર દરીરામે ડાલ ની સોચ થી પણ વધી....એક સંકલ્પ છે.. સમર્પણ નો..

સાગર માં ભળવા પરિશ્રમ તો જોઈએજ, પણ યોગ્ય દીશા પણ જોઈએ ને? ખબર હોવી જોઈએ કે કઈ બાજુ છે સાગર? દીશા ભટક્યા તો?
અને વરસાદની એક બુદ સાગર સુધી પહોંચી શકે ખરી??? કોઇક બુદ જે સાગર પરજ વરસાદ પડતા પડે તો સાગરમાં ભળે, બાકી તો ...??
તો કઈ રીતે સાગર સુધી પહોચશો??
એક એક બુદ વાંકળો ખાબોચીયો પણ બને સુકાઈ પણ જાય તો કોઈ વાંકળો બને... પછી ઝરણું બને, પછી નદી, પછી સંધર્ષ કરતી આગળ વધી સાગર માં સમાય... સમજાય છે?????

તમે હું કોણ છીએ, બુંદ, ઝરણું, ખાબોચિયું ,નદી ?? શું બનવાનું છે?? કેટલે છીએ??
સાગર તો નથી એ વાત તો નક્કી છે , કે સાગર છો...??
હું કયારેય સાગર ન હોય...સાગર તો વીશાળ છે, ભરેલો છે છતા કયારેય ખાલી નથી કે ભરેલો છે એવો ડોળ નથી, જે આવે સમાવી લે, કોઈને પાછો નથી મોકલતો. સમાવી લે બધાને પોતાના કરી..એ સાગર છે. એ કોઈથી ભેદભાવ નથી કરતો પારકા પોતાના ,વ્હાલા અણખામણા નથી કરતો એ સાગર છે,
બાપ બધાયનો સાગર છે તમે હું નથી સાગર..જય ગુરુદેવ

ઈશ્શરે ખાબોચીયા બની હું જ ભગવાન છું એમ કહી અંતે સુકાવા જન્મ નથી આપ્યો,
પણ સાગર સુધી પહોંચવા આપ્યો છે, એ માટે સહી દીશા સહી સંધર્ષ, નદી નું વહેલ જે વચ્ચે આવે તેને ઉખેડી દે તાણી લે પણ સાથે તાણી ને જાય...કઈ તરફ?? સાગર તરફ , ઉદ્દેશ કેવો હું સાગરને મળું તને પણ સાગરમાં ભેળવું, આતો ઉદાહરણ છે..સમજણના...બાકી માણસની બુદ્ધિ ને કોણ પહોંચ્યું છે આજ સુધી, જેટલા માથા એટલા પ્રકારની સોચ, એ પણ સ્થીર કયાં, પવન ની સાથે વીચાર વર્તન બધુય બદલાય...જય ગુરુદેવ

હું અને મારું આ બે વીચાર માણસને એવા સ્વાર્થ માં બાંધે છે કે અંતે તે વીકારને તે છોડી નથી શકતો અને અંતે,
ભુત યોનીમાં ગરકાવ
ઘર પરીવાર ધન દોલત પરીવાર શત્રુ મિત્ર સગું સબંધી ચીજ વસ્તુ આ બધું તો મુકો સાઈડમાં, હું નામનો વીકાર મૃત શરીર ને છોડયા બાદ પણ એ શરીરને આભાસી રીતે પોતાનું સમજી કલ્પના માં પકડી રાખી ભૂતકાળ બનીને રહી જાય છે, ભુત બની જીવ ભટક્યા કરે છે, જયા સુધી કોઈ તેને ભુતયોની માંથી ન છોડાવે , આગળની યાત્રા તો પછીનો વિષય..

ખુદનો કે ખુદની પ્રોડ્ક્ટનો પ્રચાર છોડો, ખાબોચીયાનો પ્રચાર છોડો, જે કરવાનું છે એ કરો, યોગ્ય દીશા સોધો, પ્રવાહ બનો, પ્રવાહ સોધો, પ્રવાહ માં ભળી આગળ વધો ત્યા સુધી જયા સુધી સાગરમાં ભળી ખુદ સાગર ન બની જાઓ..
મહા પ્રકાસ ની એક કીરણ સમાન આત્મા આપણો, પરા વર્તીત થઈ પાછા જવાનું મહા પ્રકાસ માં ભળવા ...જય ગુરુદેવ

આમ તો મીરા બાઈ ની કેટલીય કૃતિઓ ઈશ્વર ભક્તિ નો સમનવય છે,
પરંતું તેમાની એક તમને તરવામાં સમભાવ જગાવવામાં શાંતા પાડવામાં મદદ કરશે,
" રામ રાખે તેમ રહીએ ઓ ધવજી ..રામ.... રહીએ, કોઈ ખાવાને, કોઈ દી પીવાને, કોઈ દી રહેવાને...રામ રાખે તેમ રહીએ....
જય ગુરુદેવ
આગળ કહ્યું તેમ માણસોની બુદ્ધિ ને પહોંચી નથી શકાતું, ઝેરના પારખા ના હોય, સત્યના પુરાવા ના હોય,
રાણાએ મોકલેલ ઝેરનો પ્યાલો, મીરા ઘટઘટ કરી પી ગયા,
એ ઝેરજ હતું, પણ શ્રધ્ધા અને પ્રેમનો ભક્તિ નો વીષય હતો આ, કે રાણે મોકલેલ ઝેરના પ્યાલા ને કૃષ્ણે અમી કરી દીધેલ...મીરાને કૃષ્ણ પર એટલો વિશ્વાસ હતો,
બસ આટલું સમજાય તોય ઘણુંય છે....
જયા વિશ્વાસ ભક્તિ પ્રેમની વાત હોય ત્યા બુદ્ધિ ના વપરાય ક્રોસ ના કરાય ઝીદે ન ચડાય...
કર્મનો સિધ્ધાંત ફળ
(પ્રથમ (તુરંત) , મધ્યમ અને તૃતીય(કારક) ભોગવેજ છુટકો,
કોઈએ લખેલ ..
"નેકી કર દરીયામે ડાલ" નેકી નહીં પણ કર્મ કરી દરીયામે ડાલ...
ફળ તરીને બહાર આવશે, એક વાર નહીં ત્રણ વાર..
પહેલું અને છેલ્લું.. જન્મ અને મૃત્યુ પછી જન્મ છે આ એક એવું વર્તુળ છે જેનો છેડો‌ આવતોજ નથી..
પાપ પુન્ય સોચ છે, હકીકત તો કર્મ અને ફળ છે, જેસી કરણી વેસી ભરણી. કયો છેડો કયો અંત..કારણ શું કર્મ નું?? લેણ દેણ.... હા લેણ દેણ,

જાણી જોઈ ,ઈરાદા પૃર્વક કરેલ કાર્ય કર્મ બની ફળ આપવા ને કારક બને છે,
કોઈ નથી જાણતું કારણ શું, ગયા જન્મના ભાવ બદલા કે કર્મ કે સંસ્કાર ??
નીયતી થી મોટું કોણ ?? નીયતી કરાવે બધું? નીયતી કર્મથી પણ મોટી છે? નીયતી પૃર્વ કેટલાય જન્મના કર્મનો હિસાબ છે,
જે તમે જાણતાજ નથી કે કર્મ કેમ નીયતી શું? તો ફળ આપનાર ન્યાય આપનાર તમે કોણ? ??
શું તમે જાણી જોઈ કર્મ બંધનમાં તો નથી આવતા ને? કોઈનો હિસાબ કરતાં તમારૂ દેણું તો નથી ચડતું ને?? ચડેજ છે, માટે ઈશ્વર કે જજ બનવાનો પ્રયત્ન ના કરો..
બિલાડી કબુતર મારતી જોઈ કોઈએ કબુતર બચાવવા બિલાડી પર ઘા કર્યો, પુન્ય શું પાપ શું?
કબુતર બચાયું પુન્ય, બિલાડી ને એના કર્મ કરવાથી અટકાવ્યું, એ તેનું પેટ ભરવા તેની યોની કે દશા મુજબ તેનું કર્મ કરતી હતી, પણ તમે તમારી બુદ્ધિ મુજબ વિચાર્યું, બોલો પાપ શું પુન્ય શું, તમે બચાવ્યું કબુતર પુન્ય સાચું, પણ પાપ પણ ખરૂ એટલું જ બિલાડી ને મારી એને કર્મની આડે આવ્યા, પાપ પુન્ય એક સિક્કાની બે બાજુ, માટે કર્મ થી મોટી નીયતી...કારણ તમને નીમીત બનાવ્યા,
જય ગુરુદેવ,
હે કંઠ ખોલનાર મૉં સરસ્વતી 🙏 હું તો નીમીત માત્ર 🙏🕉️💐
સાગરમાંથી વાદળ બંધાય ઝયા પણ વરસે મેધ ત્યાં સરખાજ અમી છાંટણા થાય ભગવાન કોઈ વચ્ચે ભેદભાવ નથી કરતો, પણ કોણ કેટલું ઝીલે અને કોણ કેટલું વેડફે તે પર નીર્ભર છે,
કર્મ શું છે તે સમજો, પછી કર્મના ફળ કેટલા કયા ક્યાં છે અને પછી કારક ફળ નીયતી કેવીરીતે બને છે તે સજાશે,
મૉંની કોખે જન્મતાજ મયા ભયંકર રોગને વસ બાળક દવા અને દર્દ થી રીબાઈ રીબાઈ ને અંતે મૃત્યુ ને ભેટે એમાં એણે આ જન્મે કયા કર્મ કર્યા જેનું ફળ તેણે ભોગ્વ્યું??? મૉં બાપને પાયમાલ અને દુઃખી દરિદ્ર કરી લુટી જનાર એ બાળકનો મૉં બાપે શું બગાડ કર્યો જેણે જન્મજ હમણા લીધેલ ?? ક્રોસ નો વીષય નથી શ્રધ્ધા નો છતા જવાબો છે..

ભક્તિ નો વીષય શ્રધ્ધા અને વિશ્વાસ નો છે, સમર્પણ નો છે,
હાર જીત , સાચ ઝુઠનો નથી, એ બધા માં પડીયે તો એમા અટવાઈને રહીએ. જય ગુરુદેવ
પરચાનો પુરનાર હું તમે નહીં એ મહાસાગર થી પણ મોટો સર્વનો પીતા ઓમકાર નાથ છે,
કે માતાના ગર્ભમાં જ બાળક શ્વાસે શ્વાસે ઓહમ સોહમ ના ઝાપ ઝપતું હોય છે...
આ એની લીલા છે..
આત્મહંસ , જય ગુરુદેવ 🙏💐🕉️