emptiness of life in Gujarati Anything by Zalak Chaudhary books and stories PDF | જીવનની શૂન્યતા

Featured Books
Categories
Share

જીવનની શૂન્યતા

હું અને મારું અસ્તિત્વ.જીવન માત્ર આ બે શબ્દોની પાછળ ગૂંચવાયેલું રહે છે.વાત નાનકડી છે "મારું અસ્તિત્વ" પણ તે સાંભળવા માટે સંપૂર્ણ જીવન પણ ઓછું પડી શકે.

સહજતાથી સ્વીકારેલી કેટલીક વાતો,કેટલાક વિચારો કે કેટલીક વ્યક્તિઓ અંતમાં તમારા અસ્તિત પર પ્રશ્ન ઉઠાવે ત્યારે તમે વાસ્તવમાં શું ગુમાવી રહ્યા છો એ તમને યાદ આવે છે અને એ બીજું કંઈ નહીં તમારું અસ્તિત્વ હોય છે.
જીવનભર પોતાના માટે જીવવું એમાં માત્ર "હું" આવે અને એને ખર્ચી ને બીજાને માટે જીવવું એ જીવનની શ્રેષ્ઠત્તમ ઉપલબ્ધિ સાબિત થાય છે..!! પણ ખરેખર એ સત્ય છે કે માત્ર આપણો ભ્રમ...ઈશ્વરે આત્માને અમર બનાવ્યો છે એક ખોડિયું અને એક સંસાર નિભાવવા માટે આપ્યો જેમાં એ આત્મા પોતાના અસ્તિત્વ ને ટકાવી રાખવા કેટલા પ્રયત્નો કરે છે એ મહત્વનું નથી રહેતું અંત માં પ્રયત્નો થકી એ કેટલો સફળ થાય છે તે મહત્વનું છે .

છેલ્લે જ્યારે આત્માની તૃપ્તિ ,થાય ઈશ્વરે સોંપેલી જવાબદારી સંપૂર્ણ સાર્થક થાય ત્યારે આત્મા મોક્ષને આચરણ પામે છે એ કદાચ જીવનની શૂન્યતા હશે.

પણ વાસ્તવ માં શૂન્યતા તો આપણી નિષ્ફળતા થકી પ્રાપ્ત થાય છે.ક્યારેક જીવન થી હરેલી વ્યક્તિ જે મન ખાલી કરી ને રડી હોય છતાં જીવ અટકળે ચડતો હોય સંપૂર્ણ નિરાશા છવાય,જીવન બસ અસ્ત થતું દેખાય અને સમગ્રતા માં માત્ર પોતાનi જાત ને જુવે,પોતે ઈશ્વરે સોંપેલ જવાબદારી નિભાવવા કરેલ પ્રયત્નો જુવે અને એ પ્રયત્નો માં રહેલી કચાશ અને પોતાનો ફાળો જોયા પછી જે કાંઈક નક્કી કરી શકે જે એના જીવન ને સાર્થક કરી શકે તે જ વાસ્તવિક શૂન્યતા હોઇ શકે .

શૂન્યતા જીવન માં કંઇક નવું ઉમેરવા માટે ની જગ્યા આપે છે નઈ કે નિરાશા પોતાના અસ્તિત્વની શોધ જે ક્યાંક ધૂંધળી થઈ ગઈ છે તેને સાફ કરવામાં,જીવનને ઉઘાળવામાં,નવી દિશા આપવામાં મદદ કરશે.

શૂન્યતાને સહજતાથી સ્વીકારી શકાતી નથી તે માટે અસંખ્ય વિચારો ,અસંખ્ય કલ્પનાઓ,કેટલુંય છૂટી ગયાં નો ભય અને કેટલાય પડકારો નો સામનો કરવાની હિંમત આ બધું ભેગું થાય અને મન અને મસ્તિષ્કમાં જે તણાવ પેદા થાય તેમાંથી પોતાની જાત ને સંભાળી લીધા બાદ જે પોતાનું નવું અસ્તિત્વ પ્રાપ્ત થાય છે તેમાંથી મળે છે શૂન્યતા ને પ્રાપ્ત કરવાની શક્તિ.

જીવન જે હંમેશા તોફાની દરિયામાં નાવડીમાં સવાર થાય ને સફર કરવાની ઝંખના કરે છે તેને શાંત સરોવર સુધી લાવવું એજ કદાચ ઈશ્વરે સોંપેલી સાચી જવાબદારી છે પોતાના અસ્તિત્વ ખાતર.વાત પ્રત્યેક સંજીવની છે જે જીવન જીવવા માટેની લડાઇ માં ૧૦૦ વખત હાર્યા પછી પણ પોતાના અસ્તિત્વ ખાતર ફરીથી જીવવા માટે ઉભી થાય છે સતત ને સતત પ્રયત્નશીલ રહે છે માત્ર સ્વને તકાવિંરખવા માટે.
મનુષ્યનું જીવન માત્ર સ્વ થી શરૂ થઈ સ્વ પર પૂર્ણ થાય છે એક વાર મન થી મરીપડવારેલ વ્યક્તિ ફરીથી જ્યારે જીવવાની અપેક્ષા રાખે છે ત્યારે સૌથી પહેલા તેનું મન તેના અસ્તિત્વ ને શોધે છે,ક્યાં ઉભુ હતું અને ક્યાં છે! ક્યાંથી શરૂઆત કરી હતી અને ક્યાં અંત છે! ફરીથી ક્યાં ઊભા થઈશું તો માત્ર સ્વની શોધ કરી શકીશું? પોતાના અને અંગત લાગ્યા સંબંધો થકી વાસ્તવ માં દુઃખ માર્યું કે સુખ તેનો હિસાબ ક્યારેય લાગી શકતો નથી ,ક્રોધ આધીન વિચારેલ નિર્ણયો માત્ર ક્રોધ પૂરતા સીમિત હોય છે હાસ્ય સાથે લીધેલા નિર્ણય એક ખળખળાટ હાસ્ય જેટલા મર્યાદિત હોય છે પણ સંયમ થી લીધેલા નિર્ણયો હંમેશા પોતાના અસ્તિત્વને શોધવામા સાર્થક નીવડે છે


મારા મતે,
"ફરી થી હું અને મારું અસ્તિત્વ જીવવાની તાકત એટલે શૂન્યતા"