Kal aj aur kal in Gujarati Philosophy by Nirav Chauhan books and stories PDF | કલ આજ ઓર કલ

Featured Books
Categories
Share

કલ આજ ઓર કલ

કેવું છે આજ કાલ નઈ..

આજકાલ લોકો પોતાના એક્સપ્રેસન અને ફીલિંગ્સ બતાવા ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક ની રીલસ નો સહારો લેવો પડે છે. એમ કહી એ તો બધાના દિલ ઓનલઈન જ મળી જાય છે અને ઓનલાઈન જ દિલ તૂટી જાય છે. હવે તો ડિજિટલ રૂપિયા પણ મોકલી દેવા માં આવે છે ચાંદલામાં, ભવિષ્ય માં શું ખબર લગન પણ ઓનલઈન થઇ જશે અને છોકરા પણ ઓનલઈન આવી જશે(આ વાત ને ગંભીરતા માં લેવું નહિ કારણ કે સાઈન્સ હજુ ત્યાં સુધી નથી પહોચ્યું ).

પેહલા ના સમય માં છોકરા વાળા સામા પક્ષ વાળા ને જોવા માટે પોતાની સાથે પોતાનું આખું પરિવાર લઇ જતું.પણ હવે તો અમુક વેબસાઈટ તો એવી મઝા પણ છીનવી લીધી અને ખાલી વીડિઓ કોલ કરી ને એક બીજાને જોઈ લેતા હોઈ એ છે.

હમણાં તો છોકરા-છોકરીના પ્રેમ સંબંધ ની વાતો આજકાલ આખા જગતને ખબર પડી જતી હોય છે. હવે તો એમ લાગે છે કે આપનો પ્રેમ બીજા માટે મનોરંજન નું સાધન બની ગયું છે કારણ કે લગભગ દરેક યુગલ પોતાના પ્રેમ ને જાહેર માં પ્રદર્શન માં મુકે છે.

એમ આવું કરવું કઈ ખોટું નથી પણ બીજા થી પ્રેરિત થઇને એને પૈસા કમાવાનું સાધનના બનવું જોઈએ નઈતો અપડા પછી ની જનરેશન પ્રેમને મજાક સમજી ને વારંવાર સંબંધ બદલાતા રેહશે.

આ ફાસ્ટ ડિજિટલ ના સમય માં હવે એક બીજાને મળવા નો સમય જ નથી મળતો. પેહલા દિવાળીમાં લોકો એકબીજાના ઘરે જઈ ને શુભેચ્છા પાઠવતા,સાથે મંદિરે જતા હતા પણ હવે તો એક બીજાને ખાલી મેસેજ કાંતો વિડિઓ કોલ કરી ને શુભેચ્છા પઢવી દેતા હોય છે. એમ જોવા જઈએ તો દરેક વ્યક્તિ ડીજીટલી એક સમયે બધા સાથે હશે પણ ફીસીકાલ પોતાને એકલો પામતો હશે.

આ ડિજિટલ યુગ એ તો આપના આહાર એટલે કે ફૂડની પણ મઝા છીનવી લીધી છે.. પેહલા ઘરના કોઈ પ્રસંગ માં પોતાના પરિવાર અને અડોસ પાડોસ વાળા આવીને જમવા નું બનાવતા અને સાથે સરસ મજા ની લાઈન કરી ને સાથે જમતા પણ હતા પણ હવે તો ઓનલાઇન મંગાવીને એ મઝા જીવવા નું છીનવી લીધું છે.

પેહલાના સમયમાં(બહુ પેહલા ની બસ હમણાં ૧૦ ઇક વર્ષ ) ગામ કે શહેરની ચોકડી પાસે બધા સરસ ભેગા થઇ ને એક બીજા ના સુખ દુઃખ ની વાતો કરતા અને સાંઈરામ દવેનો ડાયરો સાંભળતા, કેરમ બોર્ડ પર રમતા પણ હવે તો એ ચોકડી પણ સુમસામ થઇ ગઈ છે અને બધા એકબીજા ને ગ્રુપ વિડિઓ કોલ કરીને મળી લે છે અને ઓનલાઇન વીડિઓ જોઈ લેતા હોય છે.

અને આ બધી વાત ને દબાવી દઈ એ તો ચાલે પણ મરણ પ્રસંગ.. અરે રે

કોઈ ગ્રુપ માં એમ વાત આવે કે ફલાણા વ્યક્તિ નું મરણ થયું છે, તો એમના ઘરે જઈ ને સાંતવના આપવા ના બદલે ગ્રુપ માં રીપ્લાય લખી દેશે અને સાથે પોતાનું દુઃખ પ્રગટ કરવા ઈમોજી મૂકી દેશે. ખબર નઈ ભગવાન એમની આત્મ ને એ બધાની પાછળ ના મૂકી દે તો સારું.

અહીં હું આ ડિજિટલ ટાઈમ ના બધા એપ્લિકેશન નો વિરોધ નથી કરી રહ્યો પણ આપણે એટલું તો સાવચેત રેહવું જોઈ એ કે આપડી નજીકના ને ગુડ મોર્નિંગ મેસેજ કરવા કરતા સામે સ્માઈલી ફેસ સાથે જ શુભ પ્રભાત કહેશો તો બંનેને મજા આવશે.

હવે તમે જ વિચારસો કે આશું પોતે ડિજિટલ સમય ના માટે એટલું ખરાબ બોલે છે અને પોતે જ બધા ને ડિજિટલ પ્રવચન (ભાસણ) આપે છે.. પણ હવે હું પણ શું કરું.. હું પણ આ ડિજિટલ સમય નો એક પાર્ટ છું અને લોકો ને સમજવા માટે પણ ડિજિટલ નો સહારો લેવો પડે છે.. અને સાચી વાત એ જ છે કે લોકો ને આ ડીજીટલ સહારો લઇ ને જ બધું સમજ પડે છે.

અને છેલ્લે એકદમ છેલ્લે હવે આગળ ભાસણ નઈ આપું.. જે કોઈ પણ આ તમે જ કો આર્ટિકલ / શોર્ટ નોટ /ભાસણ વાંચ્યો છે એમને માફી (સોરી) અને જેમને મઝા આવી એમને થૅન્ક યુ..

અને હા તમને હજુ મારી વાતો અને વિચારો પસંદ આવ્યા હોય અને વધુ જાણવું હોય તો મને ખુલા દિલ થી જણાવો તો મને આનંદ થશે અને મને આવું વધુ લખવા ની પ્રેરણાં મળશે.

જય શ્રી ક્રિષ્ના

નિરવ ચૌહાણ.