Aantardwand - 5 in Gujarati Science-Fiction by Dt. Alka Thakkar books and stories PDF | આંતરદ્વંદ્ - 5

Featured Books
Categories
Share

આંતરદ્વંદ્ - 5

આ વાર્તા કાલ્પનિક છે અને કોઈ પણ જીવિત કે મૃત વ્યક્તિ સાથે તેનો કોઈ જ સંબંધ નથી તેની નોંધ લેવી.
( એક પિતા ની મજબૂરી ની કહાની ભાગ- ૫ )
(આગળ ના ભાગ માં આપણે જોયું કે આખરે દીકરીની બીમારી ની સામે લાચાર બની પ્રસૂન મિ. વાઁગ લી ની ઓફર નો સ્વીકાર કરી લે છે. ચેન્નાઈ ની હોસ્પિટલમાં નમ્યા ની ટ્રીટમેન્ટ શરૂ થાય છે હવે આગળ)
પ્રસૂને વાઁગ લી ની ઓફર નો સ્વીકાર કર્યા બાદ વાઁગ લી પોતાની યોજના ને આગળ વધારવા માટે હવે શું પગલાં લઈ શકાય તેમ છે તેની શતરંજ બિછાવી રહ્યો હતો. પ્રસૂન - એક પિતા આબાદ રીતે વાઁગ લી ની અને એક રીતે જોઈએ તો ચીનની ભારત ને મ્હાત આપવાની શતરંજ માં ફસાઇ ચૂક્યો હતો. પ્રસૂન ને અણસાર પણ નહોતો કે એની આ નાની એવી ભૂલ નું પરિણામ શું આવવાનું હતું, એના દેશને - દેશવાસીઓ ને એનું ભયંકર પરિણામ ભોગવવું પડવાનું હતું તે નક્કી થઈ ચૂક્યું હતું.
* * *
ચીન ને ભારત પર ખબર નહીં કેમ પણ ખૂબ ઈર્ષા હતી. મુખ પર તો હિંદી- ચીની ભાઈ - ભાઈ રટતું રહેતું પણ હંમેશાથી ભારત પર આધિપત્ય સ્થાપવા તલપાપડ હતું. સદીઓથી ચીન ભારત પર સામ્રાજ્ય ભોગવવા માંગતું હતું અને એ માટે કંઈ ના કંઈ ષડયંત્ર કરતું રહેતું. ચીન સારી રીતે જાણે છે કે ભારત ની પ્રજા ખૂબ જ ભાવુક છે ગમે તેટલું રંજાડશું પણ તે છતાં મીઠાં બોલ બોલીને તેની સાથે સંબંધો બનાવી શકાશે. યુરોપ, રશિયા કે અમેરિકા ની જેમ ભારત ક્યારેય બદલો લેવાનો કે યુદ્ધ કરવાનો વિચાર અમલમાં નહીં જ મૂકે અને આ જ સહ્રદયતા નો ચીન હંમેશા ફાયદો ઉઠાવતું અને આ જ બદઈરાદા ને પૂર્ણ કરવા માટે ભારત સાથે પૂરા વિશ્વ પર જીત મેળવી મહાસત્તા બનવાના નાપાક ઈરાદા ને તેની મંઝિલ સુધી પહોંચાડવા હાથ- પગ મારી રહ્યું હતું.
અત્યારે ચીન બાયોલોજીકલ વોર ( જૈવિક યુદ્ધ ) જેવા ખતરનાક મિશન પર કામ કરી રહ્યું હતું. ( બાયોલોજીકલ વોર (germ war) એટલે કે જૈવિક યુદ્ધ (કીટાણું યુદ્ધ) એટલે એવું યુદ્ધ કે જેમાં માણસો કે પશુઓ ને મારવાના કે તડપાવવાના ઉદેશ્ય થી એમાં કોઈ સુક્ષ્મ જીવાણું, વિષાણું અથવા ફંગસ જેવા સંક્રમણકારી તત્વો નો ઉપયોગ કરવામાં આવે છે. અને આ પ્રકારના જૈવિક હથિયાર ના રૂપમાં ૨૦૦ થી પણ વધારે પ્રકારના બેક્ટેરિયા, વાયરસ, ફંગસ આદિ પર્યાવરણ માં મોજૂદ છે. )
અને આ મિશન માટે ચીન એના ટેકનિકલ હબ એવા વુહાન ની લેબમાં વૈજ્ઞાનિકો દ્વારા એક કૃત્રિમ વાયરસ બનાવવાના પ્રયોગો કરી રહ્યું હતું. અને જ્યારે આ વૈજ્ઞાનિકો ની Research ખતમ થશે ત્યારે એક એવો વાયરસ પેદા થવાનો હતો કે જે દેશ અને દુનિયા ને વિનાશ ના આરે લાવી ને મૂકવાનો હતો. દુનિયા થી છુપાવી ને આ લેબમાં પોતાના બદઈરાદા ને અંજામ આપવા ચીન રાત દિવસ મથી રહ્યું હતું. માણસ પર જ્યારે સત્તા ભોગવવા નો નશો હાવી થાય છે ત્યારે માણસ સારાસારનું ( સારા ખરાબ) નું ભાન ભૂલી જાય છે અને કંઈક એવું જ અત્યારે ચીન નું હતું.
આ વાયરસ બનાવવાની સાથે ઐ વાયરસ ની અસર પોતાના દેશમાં ન થાય તથા દુનિયા ના બીજા દેશો માં વાયરસ નું સંક્રમણ થયા પછી પોતે એની દવા શોધી લીધી છે અને પોતાની પાસે એની દવા છે એવો દાવો કરી એ દવા ના બદલામાં અઢળક ધનસંપત્તિ મેળવી એનો ઉપયોગ પોતે મહાસત્તા બનવા માટે કરશે.
આગળ શું થશે જાણવા માટે વાંચતા રહો