VILIYAM HARVE SMARN ANJLI in Gujarati Science by Jagruti Vakil books and stories PDF | વિલિયમ હાર્વે સ્મરણ અંજલિ

Featured Books
Categories
Share

વિલિયમ હાર્વે સ્મરણ અંજલિ

રક્ત પરિભ્રમણ ના મહાન શોધક : વિલિયમ હાર્વે

એપ્રિલ ૧૫૭૮ માં યુનાઇટેડ કિંગડમના ફોકે સ્ટોન માં અને સોળમી સદીમાં જેમને વિશેષણ મળેલા હતા 'ઊંટવૈદ' કે 'મગજનો ચસ્કેલ ' !! અને આ વિશેષણથી નવાજેલા , ચિકિત્સા જગતના ભુલાઈ ગયેલા મહાન વૈજ્ઞાનિક વિલિયમ હાર્વે કે જેણે ચિકિત્સા જગતમાં આમૂલ પરિવર્તન આણ્યું હતું. અંગ્રેજી ચિકિત્સક એવા તેમણે શરીર રચના વિજ્ઞાન અને શરીર વિજ્ઞાનમાં મૌલિક યોગદાન આપ્યું હતું. તેમણે હૃદયની કાર્યપ્રણાલીનો સૂક્ષ્મ અભ્યાસ કરી અને શરીરમાં રક્ત પરિભ્રમણની સર્વપ્રથમ શોધ કરી હતી. તેમણે એક મિનિટમાં હૃદય 72 વખત ધબકે છે અને એ દ્વારા એક મિનિટ માં એક ગેલન અને એક દિવસમાં ૧૫૦૦ ગેલન લોહી શરીરમાં પંપ કરે છે એવી મહાન શોધ કરી હતી.
ઇંગ્લેન્ડના કેન્ટ પરગણાના ફોકસ ટોન ખાતે પહેલી એપ્રિલે જન્મેલા બાળકના પિતા થોમસ હાર્વે એક વખતના નગરપતિ અને પ્રતિષ્ઠિત વેપારી હતા. જેઓ મેક સ્ટોન ના મેયર હતા.તેમની માતા જોએન હોક ના 9 બાળકોમાં વિલીયમ હાર્વે સૌથી મોટા હતા.પ્રાથમિક શિક્ષણ જન્મસ્થળે j લીધા બાદ પોતાના કાકાના ઘરે રહી વધુ અભ્યાસ કર્યો.15 વર્ષે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં મેડિકલ ના વિદ્યાર્થી તરીકે એડમિશન લીધું હતું.અભ્યાસમાં તેજસ્વી હોવાને કારણે તેમને સતત 6 વર્ષ શિષ્યવૃત્તિ મળી..આ શિષ્યવૃત્તિ અંતિમ 2 વર્ષોમાં તેઓ ફ્રાંસ,ઈટલી,જર્મનીના વિશ્વવિદ્યાલય માં થોડો સમય વિતાવી આવ્યા જ્યાં તેમણે વિજ્ઞાન અને ચિકિત્સા વિષયે વિવિધ જાણકારી મેળવી. કેમ્બ્રિજના કેન્સ કોલેજમાં પ્રવેશ મેળવીને ત્યાંની પ્રસિદ્ધ પૈદુઆ ની સંસ્થામાં ગયા, જેમાં ગેલેલીઓ અને વેલેસિયસ ના સંપર્કથી ચિકિત્સાશાસ્ત્ર અને વૈજ્ઞાનિક અનુસંધાનના ક્ષેત્રમાં જગત પ્રસિદ્ધ કાર્ય કર્યું.
એલિઝાબેથ બ્રાઉન સાથે તેમના લગ્ન થયા,જે મુખ્ય ચિકિત્સક લેન્સ લોટ બ્રાઉનની દીકરી હતા.તેમના જીવનમાં કોઈ સંતાન નહોતું મળ્યું.
વેલેસિયેસન ને પોતાના ગુરુ માનનાર આ વૈજ્ઞાનિકે કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલય માંથી ચિકિત્સા પદવી પ્રાપ્ત કરી હતી. શરીર વિજ્ઞાનમાં સુક્ષ્મ અધ્યયન શરૂ કર્યું. તેમણે જીવિત પશુ પર ઓપરેશન કરવાની શરૂઆત કરી હતી અને તેમના હૃદયની ગતિ અંગે વિવિધ પ્રયોગો હાથ ધર્યા હતા અને પ્રાણીઓમાં અને પરીક્ષણ કર્યા પછી વિલિયમ હાર્વે એ શરીરમાં રક્ત પરિભ્રમણની મહાન શોધ કરી.
લોહીની ગતિનો નિયમ વિશે સતત વિચારતા તેમણે સાપ, કુતરા, ભૂંડ, પક્ષી ,દેડકા વગેરેમાં અનેક પ્રયોગો કરી શોધ્યું કે લોહી અવિરત, અંત વગર, વર્તુળાકારે ફર્યા કરે છે તે ધમની કે શિરામાં આગળ પાછળ જતું નથી અને પ્રયોગોને અંતે સાબિત કર્યું કે, લોહીનું પરિભ્રમણ એ એકધારી વહન ક્રિયા છે અને તે હૃદયમાં આવેલ વાલની રચના અને ગોઠવણને આભારી છે. શરીરમાં રક્ત પરિભ્રમણ અંગેનું તેમની પ્રથમ સંશોધન પાઠ 13 પાનાની એક નિબંધ ના સ્વરૂપમાં 128 માં પ્રકાશિત થયું જેનું શિર્ષક હતું: 'On Motion of Heart and Blood in animals'..જેના દ્વારા વિજ્ઞાનના ક્ષેત્રમાં બહુ મોટો અંધવિશ્વાસની ઉખાડી નાખવામાં તેઓ સફળ થયા. ત્યારબાદ પ્રાણીઓના શરીર કાર્યો સાથે સંબંધિત જ્ઞાન અંગે ના સંશોધનમાં સ્થિરતા સાથે સતત આગળ વધતા રહ્યા.આ મહાન શોધ નો પ્રથમ વિરોધ થયા બાદ સમગ્ર યુરોપે સંપૂર્ણ રીતે સ્વીકારી અને આવકારી.
બ્રિટનમાં આંતરવિગ્રહ થતાં શહેનશાહની સાથે લન્ડન છોડી ઓક્સફોર્ડ ગયા. ત્યાં ના વિશ્વવિદ્યાલય એ તેમને ડોક્ટર ઓફ મેડિસિન ની પદવી આપી. શરીરવિજ્ઞાન અંગેની પ્રાચીન માન્યતાઓ ના મૂળ માં કુહાડો મારતું તેમનું ચિકિત્સા વિષય પુસ્તક- હૃદય તથા લોહીની ગતિ સંબંધિત તાત્વિક વિશ્લેષકોમાં મચાવી દીધો.ઇ. સ. ૧૯૫૪માં રોયલ ઓફ ફિઝીશિયન ના પ્રમુખ બન્યા.પ્રાણી સંબંધી પુસ્તક- પ્રાણીઓમાં વંશવૃદ્ધિ, વિશ્લેષણ પણ અનેક પ્રયોગો બાદ બહાર પાડ્યું.
કેટલાક ઇતિહાસકારોના મતે એક અરબ ડોક્ટર દ્વારા પ્રથમ આ શોધ થઈ હતી. પણ આખરે તો આ શોધ નું શ્રેય વિલિયમ હાર્વે ને જ મળે છ.1628માં રાજા જેમ્સ પ્રથમ અને તેમના ઉત્તરાધિકારી રાજા ચાર્લ્સ પ્રથમના ચિકિત્સક તરીકે તેઓ નિયુક્ત થયા હતા. તેમની ગુસ્સો બહુ આવતો હતો અને તેઓ હંમેશા પોતાની સાથે એક ખંજર રાખતા એવું કહેવાતું.
1628માં નાઇટની ની ઉપાધિ મેળવનાર આ મહાન વૈજ્ઞાનિક વિલિયમ હાર્વે ૩ જૂન 1657ના પક્ષઘાતના હુમલાથી ઇંગ્લેન્ડમાં અવસાન પામ્યા.
સામાન્ય ઊંચાઈ, ગોળમુખ, ઝીણી, ગોળ, તેજસ્વી આંખો, મૃત્યુપર્યંત સ્વરૂપ વાન રહેનાર એવા વિલિયમ હાર્વે શરીર નું મૂળભૂત, અદભુત અને મહાન સત્ય વિશ્વને ભેટ આપનાર વિશ્વના મહાન વૈજ્ઞાનિક તરીકે સદાય અમર રહેશે.