#I am reading this book and will also read Part-2 Nagpaash after finishing this.....

#Book overview
મૃત્યુંજય પુરાણોમાં જેને નિષેધ ગણવામાં આવ્યો છે, એવા મહાશક્તિશાળી કાળયજ્ઞનો પ્રારંભ થઈ ચૂક્યો છે. અથર્વવેદની વર્જિત ઋચાઓના ઉચ્ચારણ અને લોહિયાળ આહુતિથી પ્રસન્ન થયેલી અનિષ્ટની અધિષ્ઠાત્રી દેવી-અનિષ્ટાત્રી – પ્રચંડ જ્વાળા સ્વરૂપે યજ્ઞવેદીમાંથી પ્રગટ થાય છે... તેણે આપેલા વરદાનમાં સૃષ્ટિના અસ્તિત્વને યુગાયુગાંતર સુધી જોખમમાં મૂકી શકે એટલી અસીમ ઊર્જા સમાયેલી છે! ઇસબનીસન 470, આરબ ભૂમિ સિદ્ધપુરૂષ મહામહોપાધ્યાય મત્સ્યેન્દ્રનાથ આત્માજાગરણ મંત્રનો ઉપયોગ કરીને અષ્ટાંગી સેનાની કુંડલિની જાગૃત કરવા જઇ રહ્યા છે. એમનો સામનો સાત એવા શૈતાની આત્મા સાથે થવાનો છે, જેમનું ઉત્તરદાયિત્વ કળિયુગના સૌથી મહાન રહસ્યની રક્ષા કરવાનું છે! ઇસવીસન 1026, સોનનાથ હિન્દુસ્તાનના પ્રથમ પૂજનીય જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથના ભવ્ય મંદિર પર મહેમૂદ ગઝનવી ચઢાઈ કરવા આવ્યો છે. શું ખરેખર એ લૂંટારાનો હેતુ સોમનાથની સમૃદ્ધિ લૂંટવાનો હતો? કે પછી હિન્દુ ધર્મના સદીઓ જૂના પૌરાણિક વારસાની તલાશ... જેનો કોયડો કાળની ગર્તામાં દફન છે?

Gujarati Book-Review by Miss Chhoti : 111928948

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now