રાહ હદ બહાર જોઇ હો જેની,
સમય રહેતાં એનું આગમન બને.
હોય જેનું કામ નિ:સ્વાર્થ જગતે,
પછી જ તો એને રુડું નમન બને.
સત્ય જુદું હોય ના જેનાં કહેણથી,
ચોક્કસપણે જીવન એનું કવન બને.
વિચારમાં જેનાં સદ્ ભાવ કળાય,
હર હમેંશા એનું પવિત્ર મનન બને.
સ્વભાવમાં જેનાં સૌમ્યતા દેખાય
વર્તન સદા એનું નિર્મળ અમન બને.
"નીલ"