ઈશ્વર..
હે પ્રભુ! તારી મહિમા છે અપરંપાર,
તું જ તો છો ભક્તો ના દુઃખ હરનાર,
હવે નથી કોઈ હાથ પકડી ચાલનાર,
તું જ તો છો અમને આશરો આપનાર,
અટકે છે અમારી આ કાયા વારંવાર,
તું જ તો છો કાયા માં પ્રાણ પૂરનાર,
સંભાળ તું તારા ભક્ત ને ક્ષણવાર,
પછી આવવાનું જ છે તેને તારા દ્વાર,
સહારો આપ તું જવું છે મારે હરિદ્વાર,
ગંગા માં સ્નાન કરી ધોવા છે પાપ હજાર,
કાયા કેરા આ પુષ્પ થી બનાવવા છે ભક્તિ ના હાર,
કેમ કે તું જ તો છે પુષ્પ રૂપી કાયાનો ઘડનાર.
-Mehta Mansi