Gujarati Quote in Motivational by Jagdish Manilal Rajpara

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આ ભુલ કરનારને પજવે છે ભટકતી આત્મા, જાણો શાસ્ત્રોક્ત વિધાન વિશે

શરીરમાં આત્માના વાસને દરેક ધર્મ સ્વીકારે છે. ગરુડ પુરાણમાં જણાવાયું છે કે દેહ ત્યાગ પછી જો આત્માને મુક્તિ ન મળે તો તે લોક અને પરલોક વચ્ચે ભટકે છે. ભટકતી આત્મા કોઈને કોઈ રીતે તેની ઉપસ્થિતીનો આભાસ કરાવે છે. ધર્મ ગ્રંથ અનુસાર આત્માઓ જીવિત વ્યક્તિથી દૂર રહે છે પરંતુ લોકોની કેટલીક હરકતને કારણે આત્મા તેમની તરફ આકર્ષિત થાય છે.

તમે અનેકવાર સાંભળ્યું હશે કે સૂર્યાસ્ત પછી મહિલાઓએ વાળ ખુલ્લા ન રાખવા જોઈએ. ખાસ કરીને અમાસ કે પૂનમની તિથિ પર ખુલ્લા વાળ રાખી રાત્રે બહાર ન જવું જોઈએ. આમ કરવાથી નકારાત્મક શક્તિ ઝડપથી આકર્ષણ જમાવી શકે છે. આ ઉપરાંત રાત્રે અત્તર કે પરફ્યુમનો ઉપયોગ ન કરવો જોઈએ.

સ્મશાન કે કબ્રસ્તાન પાસેથી પસાર થતી વખતે ક્યારેય પાછળ ફરીને જોવું ન જોઈએ. તેથી તેમને એ વાતનું ધ્યાન રહે કે સંસારના લોકો તેમને ભુલી ચુક્યા છે. તેમણે પણ સંસારનો મોહ ત્યાગ કરી દેવો જોઈએ. ગર્ભવતી મહિલાઓ પર આવી શક્તિઓનો પ્રભાવ ઝડપથી પડે છે તેથી તેમણે સૂર્યાસ્ત પછી અજાણ્યા સ્થળે ન જવું જોઈએ. આત્મવિશ્વાસની ખામી હોય તેમના પર પણ નકારાત્મક શક્તિઓનો પ્રભાવ ઝડપથી પડે છે. જે ઘરમાં અંધારું રહેતું હોય, જે વ્યક્તિ શારીરિક સ્વચ્છતા ન જાળવે તેના પર પણ આ શક્તિઓ ઝડપથી પ્રભાવ પાડે છે.

Gujarati Motivational by Jagdish Manilal Rajpara : 111620047
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now