પ્રેમના પારખાં કરનારા ઓછા નથી હોતા,
રાધાકૃષ્ણની જેમ જીવી જનારા ખોટા નથી હોતા.
પ્રેમ છે માત્ર અઢી અક્ષરનો શબ્દ,
એ અઢી અક્ષરે તરી જનારા ઓછા નથી હોતા.
સાચા પ્રેમ વચ્ચે સ્વાર્થના વંટોળ નથી હોતા,
બેંક બેલેન્સ પર રચાયેલા સંબંધ સાચા નથી હોતા.
પ્રેમમાં બલિદાન આપનારા માત્ર શીરીન ફરહાદ નથી હોતા,
દિલમાં છબિ વસાવી જિંદગી જીવનારા કમ નથી હોતા.
પ્રેમમાં ખોટો પાયો નાખનારા પ્રેમની ઇમારત ટકાવી નથી શકતા,
પ્રેમમાં ધર્મ ભૂલી જનારા માત્ર બાજીરાવ મસ્તાની નથી હોતા.
નિમિકા.