કોણ સમજી શકયું છે અહી તો બધું અસ્પષ્ટ અને ધુધળું જ જીવન છે કોઈ ને જજ કરશું તો પણ હમેશા અસ્પષ્ટ જ રહેશું એનો સૌથી સ્પસ્ટ એક્ઝેમ્પલ હોય તો દીકરી
એક હસ્તી બોલતી રમતી ઢીંગલી જેવી દીકરી એના પપ્પા ના ખોળા માં રમતા રમતા ક્યારે સાસરે વળાવવા ની વેળા આવી એ ખબર જ ન પડી દીકરી પપ્પા ને પૂછે છે સાચે તમે મને સાસરે મોકલી દેશો તમારા થી અલગ કરી દેશો? પપ્પા મને એક વિચાર આવે છે હા બોલ ને બેટા...શું એલોકો મને તમારા જેટલો જ પ્રેમ કરશે?
હું સમજી શકીશ એ લોકો ને? એ ઘર પરિવાર અત્યારે મારા માટે સાવ અલગ છે મારી સમજ ને એમની સમજ ને એકરૂપ કરી શકીશ?અત્યારે હું તમારી લાડકી છું પણ ત્યાં જઈ ને પણ હું બધા ની લાડકી બનવા માગું સાથે સાથે તમારુ પણ ધ્યાન રાખવા માગું છું શું આ બધું શક્ય બનશે?મારા માટે આ બધું અસ્પષ્ટ છે પપ્પા હું કેમ તમારી ઢીંગલી બનીને જ રહી ન શકું?ત્યારે પપ્પા માથે વાત્સલ્ય નો હાથ ફેરવી ને કહે છે દીકરી અમે કેટલા વરસ હવે અમારા માટે તારી આખી જિંદગી અમે ન બગાડી શકીએ તું સુખી તો અમારું આખું જીવન ધન્ય બની જાય. દીકરી માટે માવતર નું સુખ અને માવતર માટે દીકરી નું સુખ પણ આ બન્ને માટે એ
અસ્પષ્ટ હોય છે કે નવા લોકો દીકરી તથા માવતર ને સમજી શકશે કે નહીં ? arvik
#અસ્પષ્ટ