શું જીવન હતુ મુજનુ
હે પ્રભુ,
તારી શીતળ છાયામાં લીન હતુ
સંસારના આ કાદવમાં રહેવા છતાં
કમળની જેમ ખીલાયુ રહેતું
ભાવભીની અસંખ્ય નિરાશ ભર્યા પરિણામો
હોવા છતાં પણ કંઇક સારું હોવાનું તે આશાનું બીજ હતું
ન હતી અઢળક સંપત્તિ
ન માંગ હતી જાહોજલાલી
અરે આ સંસારમાં બધા જ સ્નેહીજનો
ક્ષણ ભંગુર એ વિચારધારા હતી
તારામાં જોડાયો તારામા જોડાવા જ મથતો હતો
ન હતી લાગણીઓ આ સંસારમાં
ન હતું બંધન કે બાંધે મને આ સંસારમાં
તો કેમ પ્રભુ કહે તુ જે બાંધ્યો મને આ પ્રેમ જંજાળમાં,
કાદવ રુપી સંસારમાં ખીલાયુ હુ કમળ કરુ હું પ્રશ્ન રહી આ પ્રેમમાં
કહે પ્રભુ તુ આજ શરમ ઝુકાવી
શા કાજ ન મુકાયું મને તારા આ ચરણમાં
પ્રીત ધરી હતી એક જ કાજ
રહે રખે રાખ તારા ચરણમાં
પણ કેમ નસીબ નહીં
કે મુઝવ્યો મને આ સંસારમાં.....