* પૈસા પાસે પદ જુકે અને સત્ય પાસે અસત્ય જુકે *
ખૂબ જ હોશિયાર, નિષ્ઠાવાન અને મહેનતી ઉન્નતિ એક ઓફીસમાં કામ કરતી હોય છે. એક દિવસ સાંજની વેળાએ ઘેર જતી વખતે તે પોતાના અધિકારીને ઓફીસનું ટેન્ડર પાસ કરાવવા અન્ય ઓફિસના અધિકારીને લાંચ આપતા જુએ છે. આવું અકલ્પનીય દ્રશ્ય જોવાના કારણે ઉન્નતિ તે સમયે ગભરાય જાય છે અને ઘેર ચાલી આવે છે. પણ, તે નક્કી કરે છે કે બીજા દિવસે ઓફિસ જઈ અઘિકારીની વાત દરેક કર્મચારી સમક્ષ કરવી અને બીજા દિવસે ઓફીસ આવી અઘિકારી દ્વારા આપવામાં આવેલી લાંચ અંગેની વાત તે અન્ય સાથી કર્મચારીઓને કરે છે. પણ, કોઈ ઉન્નતિની વાત માનવા તૈયાર થતું નથી. ઉન્નતિ અધિકારી સામે અવાજ ઉઠાવે છે. પણ, તેનો અવાજ દબાવી દેવામાં આવે છે અને ઉલટી ઉન્નતિ ખોટી છે અને પાગલ છે, તેવું સાબિત કરી દેવામાં આવે છે. થોડા વર્ષો પછી એ અધિકારીની પોલ દરેક કર્મચારીઓ સામે છતી થઈ જાય છે. ત્યારે કર્મચારીઓ ને ઉન્નતિની કહેલી વાત યાદ આવે છે અને ઉન્નતિ સાચી હોવા છતાં ખોટી ગણી જેથી સજા ભોગવવી પડે છે એ સમજાય છે. પણ, ત્યાં સુધીમાં તો ઘણું મોડું થઈ ચૂક્યું હોય છે. ઓફિસના અધિકારી સાથે અન્ય કર્મચારીઓ પણ ગુનાહિત પ્રવૃત્તિમાં જોડાયેલા છે. એવું સાબિત થઈ જાય છે અને ઓફિસના અધિકારી સાથે કર્મચારીઓ ને પણ જેલની સજા ફટકારવામાં આવે છે...ૐD