'નાદાન લાગણી'
મેં તને છેલ્લે ક્યારે જોઇ એ યાદ નથી મને,
પણ હજી તું સાંભરી આવે છે જીવનમાં ઘણાં સમયે મને.
નાનપણનું કેવું નાદાન અને નિર્દોષ આકર્ષણ હતું એ સમજાયું ન હતું મને,
પણ સાથે વિતાવેલા એ જીંદગીના અમુલ્ય બે-ત્રણ વર્ષ હજી યાદ છે મને.
એ ખબર જ પડતી ન હતી કે એ લગાવ કેમ હતો તારી પ્રત્યે મને,
આજે સમજાય છે કે એ શુધ્ધ અને પવિત્ર પ્રેમ હતો તારી પ્રત્યે મને.
ન રોકી શક્યા જુદાઇ આપણી એ કારણ ઉંમર ને સમજણ આપણી નાની હતી ખબર છે મને,
પણ હવે મળવાનો પણ મતલબ નથી મોટા થયા છીએ લીંગ ભિન્નતા નડશે ખબર છે મને.
સમજણ ન હતી લીંગ ભિન્નતાની તથા દુનિયાદારી ની મને,
પણ આજે સમજાય છે કેવી પવિત્ર ને નાદાન લાગણી હતી તને ને મને.
તને જોવા તથા વાત કરવાનાં બહાના શોધતો એ યાદ છે મને,
તું પણ કંઈ બહાનું બનાવી વાત કરવા પાસે આવતી યાદ છે મને.
સમાજ સ્ત્રી-પુરૂષ નાં સંબંધને વિજાતીય આકર્ષણ જ સમજશે ખબર છે મને,
પણ તારો ને મારો સંબંધ તો શુધ્ધ, પવિત્ર લાગણીનો છે ખબર છે મને.
યાદ તો તને પણ હું આવતો જ હઇશ વિશ્વાસ છે મને,
કારણ કે લગાવ જ એવો માસુમ હતો આપણો ખબર છે મને.
તું છે ક્યાં એ પણ ખબર છે આજે પણ મને,
પણ હવે ન મળવામાં જ ભલું છે એ પણ ખબર છે મને.