*આ રચના કોની છે એ જાણી શકાયું નથી. પરંતુ જેમણે પણ લખ્યું છે તેમણે ખુબ જ સચોટ લખ્યું છે..*
*અતિશ્રદ્ધા* છે *અવળચંડી,*
*વેવલાપણાંનાં વાવેતર* કરે.
?યુરોપે અટપટાં *યંત્રો* શોધી ફીટ
કર્યાં *ફૅક્ટરીમાં;*
?આપણે *સિદ્ધિયંત્રો* બનાવી,
ફીટ કર્યાં *ફોટામાં.*
?પશ્ચિમે *ઉપગ્રહ* બનાવી,
ગોઠવી દીધા *અંતરિક્ષમાં;*
?આપણે *ગ્રહોના નંગ* બનાવી,
મઢી દીધા *અંગુઠીમાં.*
?જાપાન *વિજાણુ યંત્રો* થકી,
સમૃદ્ધ બન્યું જગમાં;
?આપણે *વૈભવલક્ષ્મીનાં વ્રતો* કરી,
ગરીબી રાખી ઘરમાં.
?અમેરીકા *વૈજ્ઞાનિક અભિગમથી*
બળવાન બન્યો વિશ્વમાં,
?આપણે *ધાર્મિક કર્મકાંડો થકી,*
કંગાળ બન્યા દેશમાં.
?પશ્ચિમે *પરિશ્રમ થકી, સ્વર્ગ ઉતાર્યું*
આ લોકમાં;
?આપણે *પુજાપાઠ કરી,*
સ્વર્ગ રાખ્યું પરલોકમાં.
?ઍડવર્ડ જેનરે રસી શોધી, *શીતળા*
નાબુદ કર્યા જગમાં;
?આપણે *શીતળાનાં મંદિર બાંધી,*
મુર્ખ ઠર્યા આખા જગમાં.
? *પર્યાવરણ–પ્રદુષણથી* જયારે
જગત આખું છે *ચિંતામાં;*
?આપણે *વૃક્ષો જંગલો કાપી,*
લાકડાં ખડક્યાં *ચીતામાં..*
? *વાસ્તુશાસ્ત્રનો દંભ ને વળગાડ,*
લોકોને પીડે આ દેશમાં;
? *ફાલતુશાસ્ત્ર* છે એ,છેતરાશો નહીં,
*ઠગનારા ઘણા* છે આ દેશમાં.
?સાયંટિફિકલિ *બ્લડ* ચૅક કરી,
ઍંગેજમેન્ટ કરે પશ્ચિમમાં,
?સંતાનોને ફસાવી *જન્મકુંડળીમાં,*
*લગ્નકુંડાળાં* થાય આ દેશમાં.
? *લસણ–ડુંગળી–બટાકા* ખાવાથી
*પાપ* લાગે આ દેશમાં,
? *આખી ને આખી બેન્ક* ખાવા છતાં
*પાપ ન* લાગે આ દેશમાં.??????