માનવતા
રૂપિયાના સપ્તરંગી રંગમાં કાકીડો ના બનાઇ
સ્વયંના કૃત્રિમ અહમ માં જાનવર ન બનાઇ
ફૂલ અનેક હોઈ, તમામને ગુલાબ ના કહેવાય
જીવ અનેક હોઈ , તમામને મનુષ્ય ના કહેવાય
સત્યનો બહિષ્કાર કરીને સંત ના બનાઇ
માણસાઈનો વિનાશ કરીને મહાન ના બનાઇ
રૂપના મોભામાં પાળેલા ભ્રમ ને પ્રેમ ના કહેવાય
કોઈને રડાવીને મળેલા આનંદ ને સુખ ના કહેવાય
~ જય ખેની