હું છું ભોળું પારેવું, = >> ગીત
---------------------------------------------------------------------
હું છું ભોળું પારેવું, મને ભોળું પારેવું રેહવા દો,
રેહવા માંગુ આઝાદ, મને ખુલા આકાશમાં ઉડવા દો,... 2
પ્રેમ કોઈ બોલ નથી, પ્રેમ કોઈ આવાજ નથી,
એક અહેસાસ સે એ ખુશ્બુ તણી મહેકની,
ભમરા કેરી ગુંજન કાનોમાં ગુંજવા દો,,,,
રેહવા માંગુ આઝાદ, મને ખુલા આકાશમાં.. 2
મુસ્કાન રહે હોઠો જેવી માદક આંખોમાં,
પાંપણ તળે બહેકે યૌવન તણી માંગણીયો,
લબ કઈ કહી શકતા નથી કંપતા અહેસાસોમાં,
રેહવા માંગુ આઝાદ, મને ખુલા આકાશમાં.. 2
છું હું ભોળું પારેવું, મને ભોળું પારેવું રેહવા દો,
રહેવા માંગુ આઝાદ, મને ખુલા આકાશમાં ઉડવા દો....
#ભમરો .