Gujarati Quote in Shayri by Amita Patel

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તારી મારકણી આંખો, મારે મીઠાં ઉજાગરા ,

મને સપનાં નો ખજાનો !!

તારું ગૌરવર્ણ શુ મુખ , મારે આંખે અજવાળાં

મને ઉજાસ નો ખજાનો !!

તારા નુપુર નો ઝણકાર, મારે રુદિયામાં રણકાર,

મને શ્વાસો નો ખજાનો !!

તારી મલપતી ચાલ, મારે હૈયે હિલ્લોળ,

મને ખુશીઓ નો ખજાનો !!

તારી લચકતી કાયા, મારે જામ વિના નશો,

મને મસ્તી નો ખજાનો !!

તારી મીઠી નજર, મારે રૂંવે રૂંવે કેસુડો,

મને ફોરમ નો ખજાનો !!

તારી મસ્તુડી વાતો, મારે મઘમઘતાં વેણ,

મને શાયરી નો ખજાનો !!

Gujarati Shayri by Amita Patel : 111052420
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now