* " આપણાં દેશમાં "*
... કવિતા...
માને છે કયાં કોઈ હવે કાનૂન મારા દેશમાં,
કરી શકે છે કોઈ પણ ખૂન મારા દેશમાં.
જીંદગી ની ફિલોસોફી લઈને ફરે છે મારા દેશમાં,
આજે દરેક જણ છે અફલાતૂન મારા દેશમાં.
આજે કયાં સુરક્ષિત છે નારી??? મારા દેશમાં,
નથી ડર હવે કોઈ ને કાયદા નો મારા દેશમાં.
ખુલ્લંખુલ્લા ભ્રષ્ટાચાર થાય છે મારા દેશમાં,
લાંચ રુશ્વત વિના કોઈ કામ ક્યાં થાય છે મારા દેશમાં.
અમીર વધારે અમીર બની ગયા મારા દેશમાં,
મધ્યમવગૅ તો પિસાય છે મારા દેશમાં.
" ભાવના " કયાં છે આનુ નિરાકરણ મારા દેશમાં,
કોઈ બચાવી લો આવીને મારા દેશમાં.........