તું સંબંધને જીવવા માંગે
અને હું સંબંધને જીતવા
નથી ખોટું હું પણ ક્યાંય
નથી ખોટી તું પણ ક્યાંય
તું રોકી રાખે છે તારી જાતને
હું ઉતાવળો થઈ તને પામવા દોડું
મને ચિંતા તારી હરદમ થયા કરે
તું મુક્ત બનીને ચિંતાથી પર રહે
કંઈક તો છે આપણા બંને વચ્ચે એવું
જે ના અલગ રહેવા દે ના એક થવા દે....
@શ્યામ #nick