Gujarati Quote in Blog by Sahadev Agheda

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક નાની એવી રચના એક ચારણ થકી જેનું નામ દુલા ભાયા કાગ, ૬ અક્ષર નું નામ આવો ચારણ ૬૦૦૦ હજાર વર્ષ માં એક જ વાર થાય તેવો આ ચારણ કવિ....
એની એક રચના "માં" ઉપર

મોઢે બોલુ 'મા'

મોઢે બોલુ 'માં', સાચેંય નાનપ સાંભરે;

(ત્યારે) મોટપની મજા, મને કડવી લાગે, કાગડા !

અડી ન જગની આગ, તારે ખોળે ખેલતાં;

તેનો કીધેલ ત્યાગ, (તેથી) કાળજ સળગે,કાગડા !

ભગવાન ને ભજતા, મહેશ્વર આવિ મળે;

(પણ) મળે ન એક જ મા, કોઇ ઉપાયે કાગડા !

મળી ન હરને મા, (તેથી) મહેશ્વર જો પશુ થયા;

પણ જાયો ઇ જસોદા, (પછી) કાન કેવાણો, કાગડા !

મળિયલ એને મા, સૌ રાઘવ કરસનને રહે;

જગ કોઇ જાણે ના, કાસપ મચ્છને, કાગડા !

જનની કેરુ જોર, રાઘવને રે'તુ સદા;

(તેથી) માને ન કરી મોર, કરિયો પિતાને, કાગડા !

Gujarati Blog by Sahadev Agheda : 111051598
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now