* " મેં કયાં " *
કવિતા......
મેં કયાં કોઈની કયારે મઝાક કરી છે,
બધાનું બે ઘડી કેવલ મનોરંજન કયુઁ છે.
સીમા વતૂઁળ ની તમારે વિસ્તારવી પડશે,
પછી કહેતા નહીં રેખાનુ ઉલ્લંઘન કર્યું છે.
તમે જ ચચાઁ કરી વાત નું વતેસર કયુઁ,
મારૂ શું??? મેં તો ખાલી શ્રવણ જ કયુઁ હતુ.
મેં કયાં કોઈની નિંદા કરી છે,
તમે તો નિંદારસ ની મહાભારત રચી છે.
વાત એ નથી કે સમય મારો સારો નથી,
પણ લાગણીઓ ના વ્યવહાર ના ખેલ ના કરાય.
" ભાવના " તરસ થી ટળવળી ને ઝાંઝવાં ડહોળ્યા છે
જયારે
બધાને એમ છે રણનું અમે મંથન કયુઁ છે..........