મારી શ્રદ્ધા જ મારો પ્રેમ
સૌ ધર્મ ની આસ્થા જ પ્રેમ
ભક્તિ ની ભાવના મારો પ્રેમ
શક્તિ નું સાધના મારો પ્રેમ
પોતાનાઓ ની પ્રેરણા મારો પ્રેમ
સૌ પ્રત્યે દયા ભાવના એજ મારો પ્રેમ
લાગણીઓ ની લગની મારો પ્રેમ
શત્રુઓ ની સ્વાગતા એ પણ મારો પ્રેમ
દુઃખ ના દરિયા માં પણ મારો પ્રેમ
સબંધો ની સાચવણી જ મારો પ્રેમ
હરેક શ્વાસ એજ મારો પ્રેમ
સમય ની બાથ માં મારો પ્રેમ
જિંદગી ની મરોડ મારો પ્રેમ
તૂટતાં વિશ્વાસ ને જોડવો એ મારો પ્રેમ
અવગુણ ની સમવતા મારો પ્રેમ
સારથી ની શાન માં જ મારો પ્રેમ
માવતર ના મુખડા ના માન માં જ મારો પ્રેમ
ભૂત ની ભૂલો માં મારો પ્રેમ
આજ ની આશ માં મારો પ્રેમ
આંગળીઓ ના ટેરવાઓ એ મારો પ્રેમ
કવિતા ના અક્ષરો એ મારો પ્રેમ. Dipu