દિવસ, તારીખ, મહિના
બધું જ બદલાઈ જશે
પણ તારા માટે નો પ્રેમ
એજ છે અને એજ રહેશે
ભલે તું નારાજ રહે મારાથી
ભલે તું વાત ના કરે મારી સાથે
તો પણ હું તારી રાહ હરહંમેશ જોઈશ
બસ મને ડર એક જ વાત નો લાગે છે
કદાચ, તારો થતાં પહેલાં
મને કંઈ થઈ તો નહીં જાય ને ???
કોઈ રોગ કે અકસ્માત નડી તો નહીં જાય ને ??
મારે જીવવું છે તારી સાથે
રાતોની રાતો જાગવું છે તારી સાથે
મનભરીને મહાલવું છે તારી સાથે
ઘડપણમાં પ્રેમની વાતો વાગોળવી છે તારી સાથે
હાથમાં હાથ પકડી બગીચે ચાલવું છે તારી સાથે
કેપ્ટન કેપ્ટન કહી ચીડવવી છે મારે તને.
બસ તું હોય મારી પાસે
પછી ક્યારેય તારાથી દૂર નથી જવું
બસ તારામાં જ ખોવાયેલા રહેવું છે
જીવનના અંત સુધી......... .
@શ્યામ #nick