Gujarati Quote in Song by Kunal Thakar

Song quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

લઇ કદી સરનામું મંદિરનું હવે મારે ભટકવું નથી,

જાણીલો, પ્રસાદ સિવાય ત્યાં કઈ જ મળતું નથી.

અમસ્તી થાય છે ભીડ પ્રભુ, તારા નામથી આ કતારમાં,

થાય કસોટી તારી,
એ પગથીયું કદી ચઢવું નથી.

હશે મન સાફ તો અંતરમાં બિરાજે છે તું આપોઆપ,

દીધું છે... ને દેશે જ,
ભલામણ જેવું કંઈજ કરવું નથી.

હજી માણસ જ સમજ્યો છે ક્યાં, માણસની ભાષા?

તારામાં લીન થાઉં,
એથી વિશેષ માણસ બનવું નથી...

Gujarati Song by Kunal Thakar : 111051423
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now