મારા લખવાનો મતલબ તને કહી દઉ,
શબ્દે શબ્દે તને હસતી કરી દઉ.
મારી તારી પ્રત્યે ની લાગણી તને કહી દઉ,
ભર ઉનાળે તને તરબોળ કરી દઉ.
મારો તારા પ્રત્યે નો પ્રેમ તને કહી દઉ,
તને પામીને ને નહીં તને પમાવી ને ખુશ કરી દઉ.
મારો તારા પ્રત્યે નો વહેવાર તને સમજાવી દઉ,
તારી પાસે થી લઈને નહીં, આપીને ખુશ કરી દઉ.
મારો તારા પ્રત્યે નો આદર તને કહી દઉ,
તારૂ અપમાન કરનારનાં માન નાં કટકે કટકા કરી દઉ.