બેરોજગાર છું એટલે નવરો છું.
એમ ન ગણતાં સાવ નકામો છું..
ફરે છે બધા જ અભિનય કરતા આજુબાજુ,
તમાશો જોનાર ફક્ત હું જ છું...
સવાલોનો મારો છે, ધિક્કારનો છે વરસાદ..
સાલું ગજબનો છે આ બેરોજગરીનો સ્વાદ.
તૂટેલા હ્દય હોય તો કેજો અમને..સાંધી આપીશું,
લાગણીઓ ના જખ્મો પર મલમ લગાવી આપીશું.
મળી જાય જો આવું કામ તો રહેવું છે સદાને બેરોજગાર,
પછી ભલેને હોય સવાલોનો મારો ને ધિક્કારનો વરસાદ...
બેરોજગાર છું એટલે નવરો છું,
એમ ન ગણતાં સાવ નકામો છું....
ધીરજ....