લોકો સપના હવાઈ માંગે છે,
તોય પાછા ખરાઈ માંગે છે.
હો અભણ, તે છતાં કરે સાચો,
પ્રેમ કયા પંડિતાઈ માંગે છે?*
ના ભરી રાખ દિલમાં ખોટું વેર,
તારું દિલ પણ સફાઈ માંગે છે.
પ્રેમને જાણવા ખરેખર તો,
બે દિલોની જુદાઈ માંગે છે.
બાપને સાચવ્યો નહીં તોયે,
વારસો વારસાઈ માંગે છે.
....પ્રશાંત સોમાણી
તરહી પંકિત: - કિરીટ ગૌસ્વામી