Gujarati Quote in Shayri by Nirav Patel SHYAM

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ભૂલી જવાની વાતો ભૂલી શક્યાં નહી
અક્ક્ડ રહીને ઉખડ્યા ઝૂકી શક્યાં નહી

બેસી રહ્યાં અહમને પંપાળી બારણે
ઘરમાં રહીને ઘરમાં ડૂબી શક્યાં નહી

એવી તે કેવી ગુંચ ઉકેલ્યામાં પડયા કે ?
બાળકને સ્મિત સાથે ચૂમી શકયા નહી

છેવટ સુધી સ્વયંમાં એવા તે રત રહ્યાં
છેવટ સુધી સ્વયંથી છૂટી શક્યાં નહી

જોતા રહ્યાં જગતને બાઘા બની બની
પૂછવાની વાત એકે પૂછી શક્યાં નહી

- ચંદ્રેશ મકવાણા "નારાજ"

Gujarati Shayri by Nirav Patel SHYAM : 111051070
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now