લખવુ છે ઘણુ તારા માટે..
પણ, બહુ બધુ બાકી છે લખવાનું મારા માટે...
લાગણીઓની એટલી ભરમાર છે,
કેમનુ લખુ, શબ્દોની અછત વતૉય છે....
સમય છે તને માણવાને, જાણવાને...મારી પાસે..
પણ ,
એ અનુભવોને લખવાને એકાંત ક્યાં છે..મારી પાસે...
કલમ ને કાગળ રાહ જોવે છે તારા લખાવાની,
કેમનુ કહું,
તને લખવાને ઔકાત ક્યાં છે આ હાથની....
માંડ માંડ ચાલે છે મારી આ થાકી ગયેલી કલમ,
પાછી કહે છે મને, હજી તો આ બસ શરૂઆત જ છે...