#DEEPNAZ
જેવો અઝાન નો અવાજ દીપક ના કાન માં પડ્યો એનું રોમ રોમ પીડા થી ચીસો પડવા લાગ્યું...આંખો માં થી આંસુઓ જાને કમોસમી વરસાદ ના જેમ તુટી પડ્યા..દિપક આજુબાજુ ફાંફાં મારવા લાગ્યો..એને લાગ્યું જાને નાઝનીન અહિયાં જ ક્યાંક છે.. એની સુગંધ...દિપક ને નાઝનીન ની સુગંધ ચારેકોર થી પોતાના પાસે બોલાવતી હોઇ એવિ લાગણી થવા લાગી..5 વર્ષ પેહલા દિપક ના હાથ માં થી છૂટેલો નાઝનીન નો હાથ..આજે પણ એવિ જ પીડા આપી રહ્યો હતો જેવી પીડા એ દિવસે દિપક ને થઈ હતી..એક જ પ્રશ્ન ફરી ને ફરી દિપક ના મન ને ઊંડાણ માં થી કોરી ખાઇ રહ્યો હતો.."શુ વાંક હતો અમારો?..કે હૂઁ મુસલમાન નોઁહ્તો..?કે પછી એ હિન્દૂ નોઁહતિ..?શું વાંક હતો અમારો?એક કારણ પુરતું નોઁહતૂ..કે અમે પ્રેમ માં હતાં..ગળાડૂબ પ્રેમ માં હતાં એક બીજાં ના"દિપકએ પોતાની જાત ને સ્વસ્થ કર્યો..વધી ગયેલાં હૃદય ના ધબકારા લઈ દિપક આગળ વધ્યો...અને પોતાને આમંત્રિત કરેલા કવીમહોત્સવ ના પ્રસંગ માં પોહચ્યોં..ધ્રુજતા પગે એ સ્ટેજ પર ચડ્યો...એની આંખો માં સન્નાટો વ્યાપેલો હતો. માઇક પાસે જઈ..એને કાંઈક કહેવાનું શુરૂ કર્યું..
"ઇશ્ક કિયા એ દિલ તુને મઝહબ નહીં દેખા..
મહોબ્બત કહાં કી તુને..જેસે બહોત બડા ગુનાહ કર બેઠા..
લોગ કહેતે હે યે.. મે નહીં કહેતાં..
ઇશ્ક કિયા એ દિલ તુને મઝહબ નહીં દેખા..
તુ હિન્દૂ..વો મુસલમાન હે..
તુ ઝમિન..વો આસમાન હે..
બહોત ફર્ક તેરે ઔર ઉસકે દરમિયાન હે..
ઉસ કિનારે સે કરલી મહોબ્બત તુને..
દરમિયા કાં તુફાનૉ સે ભરા સમંદર નહીં દેખા..
ઇશ્ક કિયા એ દિલ તુને મઝહબ નહીં દેખા.."
ટાળીઓ ના ગડગડાટ થી પણ દિપક નાં અંદર વ્યાપેલો સન્નાટો નષ્ટ ના થયો..એ પવન ની ઝડપે સ્ટેજ પર થી ઉતરી બહાર નીકળી ગયૉ.. અંધારા માં ચાલવા લાગ્યો...અને અંધારા માં જ વિલીન થઇ ગયૉ..
*********
"જયદેવ જયદેવ જય મંગલમૂર્તી, હો શ્રી મંગલમૂર્તી દર્શનમાત્રે મનકામના પૂરતી..જયદેવ જયદેવ"
"નાઝનીન......."
મંદિર સામે ઉભેલી નાઝનીન પોતાના નામ નૉ સાદ સાંભળતા સ્વસ્થ થઈ ને બોલી..
"જી અબ્બુ..."
"ક્યાં કર રહીં હો?પીછે ક્યુ રૂક ગઇ?
"જી અબ્બુ..વો પાવ મે કાંટા લગ ગયા થા વહી નિકાલ રહી થી...."
********
~ANV~