* " મનની વાત " *
કવિતા.....
મનની વાત હું કદી છુપાવી શકી નહીં,
ને કંચન જેવી કાયા ને વધુ બાળી શકી નહીં.
તડપે છે માં વિનાના કોઈ બાળક ની જેમ,
દૂર હું મારી ઉદાસી છુપાવી શકી નહીં.
છે ભીષ્મ જેવી કંઈક મજબૂરી મારી,
ઈચ્છા ને મન પ઼માણે વાળી શકી નહીં.
જે મૃગજળ ની શોધમાં ભટક્યા કયુઁ,
એ પરિવાર ની હુંફમા છે હું જાણી શકી નહીં.
" ભાવના " વિધાતા ના લેખમાં,
કંઈક તો કમી હશે એ જાણી શકી નહીં.
ડુંગરા તો દૂર થી જ રળિયામણા લાગે,
એ જાત અનુભવ વગર જાણી શકી નહીં..........