ઘણું કહેવું હોય છે, ઘણું કરવું હોય છે એના સ્વાગતમાં
એ જ્યારે આવે ત્યારે,
ઘણી ઇચ્છાઓ પૂરી થવા તડપતી હોય છે એની રાહમાં
એ જ્યારે આવે ત્યારે,
ઘણાં સ્વપ્નો ને પુરા થવાની આશ હોય છે
એ જ્યારે આવે ત્યારે,
ઇંતજાર એની ચરમસીમા પર હોય છે
એ જ્યારે આવે ત્યારે,
આ તન અને આ મન રોમાંચિત થવા થનગનતું હોય છે
એ જ્યારે આવે ત્યારે,
પણ જ્યારે એ આવે ત્યારે એને જોતાં જ તમામ
ઇચ્છાઓ વિસરાય જાય છે, ફક્ત અંગેઅંગમાં આનંદ અનુભવાય છે, અરે પોતાની જાતને ભુલી જવાય છે,
ફક્ત ને ફક્ત એક મૌન અલૌકિક આનંદ માત્ર અનુભવાય છે, એ જ્યારે આવે ત્યારે,
અને એ જ્યારે જાય છે, ત્યારે ફરી પાછું એ જ
ઘણું કહેવું હોય છે ને ઘણું કરવું હોય છે.