" રહેવું છે! "
એક સુંદર રચના, ફુલ નહીં
પાંદડી બની ને રહેવુ છે.
પાણી નહીં,
એક બુંદ બની ને રહેવુ છે.
નથી વહેવુ કોઈ ની આંખ માં થી આંસુ બનીને,
બની શકે તો આમ જ હોઠો પર મુસ્કાન બની ને રહેવું છે.
મતલબ થી ભરેલા સંબંધો નથી જોઈતા,
મારે તો નિઃસ્વાર્થ સગાઓ જોડે રહેવું છે.
મારે ક્યાં સાગર ની લહેરો બની ને વહેવું છે,
મારે તો સખીઓ સાથે આસમાન માં ઉડવુ છે.
મારે તો બસ આમ જ
" ભાવના " મય બની ને તમારી સાથે રહેવું છે.......