મારી દુઆ, આજે ફળી,
આ જિંદગી, આજે મળી.
કરું ના ખુલાસો હું અહીં,
મારી કથા મેં સાંભળી.
હું કેમ કરું અહીંયા દલીલ,
રજૂઆત લાગી પાંગળી.
ખીલ્યો ચહેરો,એ સાબિતી,
જીત સાથે પાછી વળી.
હું રૂબરૂ થઈ આયને,
થઇ 'તૃપ્ત' પકડું આંગળી.
તૃપ્તિ ત્રિવેદી 'તૃપ્ત'
this type more post for follow my page