શિયાળા ની કાતીલ ઠંડી મધરાત માં ગુંડાઓ ની ચુગાળ માંથી છૂટી . દોળતી ભાગતી એ અજાણ્યાં શહેર માં પહોંચી . અમાવસ્યા ની એ અંધકાર રાત માં ન જાણે કેટલા ઘર ના દ્વાર ખટ ખટાવ્યા .
પછી ક્ષણવાર માટે વિચાર્યું આ શહેર માં વસતા સરીફો સારા કે પછી , એ ગુંડાઓ સારા જેમણે એનું પૈસા માટે અપહરણ કર્યું હતુ . અને ખાવા માટે ભોજન અને રહેવા માટે છત આપી હતી !