નાખો એની પાંખો કપાવી
હજારો દુવાના ફળે જન્મેલી મારી ,વહાલસોયી નાજુકળી કળી
જાણે આંગણામાં રમતી ખીલતી, પ્રેમની આખી સ્કૂલ મને મળી
એ વાત કે કળી સોળે કળાએ ખીલવાની હતી ત્યારે
કુરૂપા કાળા ભમરાએ એની નઝર બગાડી હતી જ્યારે
બેસુરા સૂરો રેલાવી મોહિત બનાવી આવ્યો એ પાસે
અજાણી કળી ન જાણે કે હવે સાથે એની શું થાસે ?
ભાન ભૂલાવી આપી લાલચ સુંદર સ્વપ્નો દેખાડી
એને ક્યાં ખબર કે જશે મને આંખો તારા દેખાડી
બવ મહેનત કરી માતૃડાળીએ,તું જરાક તો લે વિચારી
ના લઈ જાઈશ એને તું, એ તો હજી નાની છે બિચારી
હાથ કસી લાગ્યો જંજોડવા,કળી છોડથી નોખી પછાળી
અંતે છોડી એને જયારે,છેલ્લીવાર બોલી ઓ મારી માળી
જેને કરવી હોય ભૂલ ,એ લ્યે એની જિંદગી મપાવી
હવે એને એક જ સજા , નાખો એની પાંખો કપાવી