હવે હુ એને ભુલી શકુ એ માટે મામા લોકો મને એમના ત્યા રહેવા લઈ ગયા... અને મે પણ બધા નૂ સાંભળીને એ લોકો ની જેમ વિચારવા લાગ્યો... મને પણ એ વસ્તુ ખોટી લાગી... હુ હવે એના ફોન ને જતા કરવાની કોશીશ કરવા લાગ્યો... એક દિવસ વાત ન કરી એમાં તો જાણે વરસો થી વાત ન કરી હોય એમ લાગવા લાગ્યુ.. એના વગર રહેવાની હવે આદત ન હતી એટલે અઘરુ લાગતુ હતૂ... હૂ મામા ને ત્યા રહી ને ઘણા બધા મંદિરે પણ ગયો ઘણી બધી માનતા ઓ પણ માની.... એક સાઈડ તેને સમજાવવા ની કોશીશકરવા લાગ્યો... એ સમજવા તૈયાર જ ન હતી... એણે છેલ્લે મને એમ કિધુ કે ફક્ત એક જ વાર મને મળવા આવોત્યાર પછી હુ કોઈ દિવસ નઈ મળુ... આવુ કિધુ એટલે હુ બીજા જ દિવસે એને મળવા ગયો પણ ત્યા જઈને જોયુ તો એની હાલત એવી થઈ ગઈ હતી કે જાણે કોઈ હંમેશા માટે એના પાસેથી જતુ રહ્યુ હોય.. હવે મને ફરીથી મારુ આપેલુ વચન યાદ આવ્યુ... હવેમે એને એકદમ દિલ થી કહી દિધુ કે હવે તને છોડીને નઈ જ જઊ... એક સાઈડ ફરીથી ઘરે મનાવવાનુ ચાલુ કર્યુ... પણ પહેલાની જેમ જ કોઈ માનવા જ તૈયાર ન હતુ.... હવે મારી બર્થડે આવી... તે જ દિવસે અમે બંને એ એકબીજાને રિંગ પહેરાવીને સગાઇ કરી લીધી.... પણ લગ્ન કઇ રીતે થશે એ તો વિચાર મગજ માં ચાલ્યા જ કરતા હતાં હવે છેલ્લે એક નિર્ણય કર્યો હતો કે હવે કોઇને ખબર ન પડે એ રીતે કોર્ટ મેરેજ કરી લઈએ... પણ તેજ સમયે મારી નોકરી જતી રહી... વકિલે મેરેજ માટે જે ફિઝ કીધી હતી એ ઘણી વધારે હતી... પણ હુ મારી રીતે પૈસા ભેગા કરવા લાગ્યો.. આ સમયે મને મારા મિત્રો એ ખરેખર ઘણી મદદ કરી હતી... બધા એ મને થોડા થોડા કરીને પૈસા આપ્યા.. આ ટાઇમ પર વિટનેસ માટે પણ એવા વ્યક્તી ને રાખવાનો હતો કે જે મારા કે એ છોકરીના કોન્ટેક્ટ માં ન હોય... એ પણ બધી રીતે થઈ ગયુ... બસ હવે મેરેજ ક્યારે કરીએ એ નક્કી કરવાનુ બાકી હતુ... એ દિવસ પણ નક્કી કર્યો.. બધી રીતે બધુ ઓકે થતુ હતુ ત્યા હવે એના ઘરે થી ભણવાનુ બંધ કરી દેવાનુ કહ્યૂ.... આ એક મોટુ ટેન્શન આવીને ઊભુ હતુ... આગળનુ આવતી કાલે.... ??? મિત્રો વચ્ચે થોડા દિવસ હુ સ્ટોરી પોસ્ટ નકરી શક્યો એ માટે માફી ચાહુ છુ...
-- Deny..
Shared via Matrubharti.. https://www.matrubharti.com/bites/111047800
from my frd deny..