આજે મોસમ કંઈક અલગ લાગે છે
જોઈ આ પાણી માં તરતા પંખી ઓ
આજે કંઈક અલગ લાગે છે
જોઈ આ લેહરાતા વૃક્ષો
ને આ શાંત ધડીયે લહેરાતો પવન
જોને આજે કંઈજ અલગ લાગે છે
પાસ બેથેલા માણસ ની વૃત્તિ
એની વારિધડીયે ખિજાવાની પ્રવુતિ
સાથે હસીને સમજાવવા ની રીત
આજે કંઈક અલગ લાગે છે
મારાં સપના નો રસ્તો
સફર પણ ખુબ લાંબો
તોય થાકી ને જીતવાની રીત
આજે કંઈક અલગ લાગે છે
માં બાપ થી જુદાઈ ની વેડા
હસતા હસાવતા એની જ રડવાની આ રીત
આજે કંઈક અલગ લાગે છે
આજે સફર કંઈક અલગ લાગે છે
કદાચ આ સપના નો સફર લાગે છે