*" યાદ છે??? "*
એક વાર આપણે ઝઘડયા તા યાદ છે?
એક બીજાને ભેટી ખૂબ રડયા તા યાદ છે???
કાકડી, કોઠુ, સેતુર, રાયણા અને ચણીબોર,
આબલી ખાવા તો ટોચે ચડ્યા તા યાદ છે???
ગામ આખાના ઉકરડા સાંજ લગી ખુદયા પછી,
એક મોટો દેડકો જડયો તો યાદ છે???
ચૂલા મા પાપડી શેકી ને ખાતા તા,
જાતે ભાજી પાઉં બનાવ્યુ તુ એ યાદ છે???
ફુલ રેકેટ, કેરમ અને સતોડીયુ, કિકેટ કેવા રમતા,
મોઈ ડંડો રમતા ગીલી સામે ગઈ એ યાદ છે???
" ભાવના " એ બચપણ ના આટાપાટા ઓ,
ઊભી ખો રમતા કેવા પડ્યા તા એ યાદ છે???