Gujarati Quote in Microfiction by Mahendra Sharma

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

માઇક્રોફિક્શન "ભાડાનું મકાન"

અરે આ શું? આ ઘરમાં કોણ પ્રવેશી રહ્યું છે, આ લોકો કેમ સાફ સફાઈ કરી રહ્યાં છે. આ બેડશીટ મારી છે ઓ ભાઈ, મારા પપ્પાએ ભેંટમાં આપી હતી મારા લગ્નમાં. થોડીક જૂની છે પણ મને આ પાથરીને એવી ઊંઘ આવે છે જ્યારે પપ્પાના ખોળામાં સૂતી હોઉં. પ્લીઝ એને ફેંકતા નહીં. અરે અરે તમે કેમ રસોડામાં આવ્યાં બેન, આ માટલું કેમ ખસેડો છો, મૂકી દો કહું છું મુકો ત્યાં. ઓ જડિયા ઉભો થા મારા ઓટલા પરથી , બહાર જઈને બેસ. કોણ છો તમે લોકો, કેમ મારા ઘર પર અધિકાર જમાવી રહયાં છો.
સાંભળો તમે સીમુના પપ્પા, કેમ તમે એમને કાંઈ કહેતાં નથી? હું મારા ઘરમાં આવું બધું નહીં જ ચલાવવા દઉં. તમે કેમ નથી સાંભળતાં મારી વાત. કાઢો આ લોકોને અહીંથી.

દીપકભાઈ મુક પ્રેક્ષકની જેમ આ બધું નિહાળી રહયાં હતાં.
દયાબેની તેરમાંની વિધિ બસ હમણાં જ પુરી થઈ હતી અને મકાન માલિકનાં વાયદા પ્રમાણે નવા ભાડુઆત રહેવા માટે આજે આવી ગયાં હતાં.
-"પ્રેમી"

Gujarati Microfiction by Mahendra Sharma : 111049511
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now